ખાસ-ખબર સંવાદદાતા
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ભારતમાં પણ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ભારતમાં ટ્વિટર બ્લુ સેવાની કિંમત 650 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવી છે. વેબ યુઝર્સને ટ્વિટર બ્લુ માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને 900 રૂપિયા હશે. એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરને ઼44 બિલિયનમાં ખરીદ્યું હતું. ત્યારથી તેણે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કર્યા છે. ઈલોન મસ્કે તાજેતરમાં ટ્વિટર બ્લુ સેવાની પણ જાહેરાત કરી હતી. આ હેઠળ, તમારે ટ્વિટરની કેટલીક વધારાની સેવાઓ માટે ચાર્જ ચૂકવવો પડશે.
ટ્વિટરે તાજેતરમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં ટ્વિટર બ્લુ સેવા શરૂ કરી છે. આ દેશોમાં, વેબ યુઝર્સ માટે ટ્વિટરનું બ્લુ સબસ્ક્રિપ્શન ચાર્જ દર મહિને ઼8 છે. વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે ઼84 ખર્ચવા પડશે. ઝૂશિિંંયિ અક્ષમજ્ઞિશમ વપરાશકર્તાઓ પાસેથી 3 વધુ ચાર્જ કરીને ૠજ્ઞજ્ઞલહય ને કમિશન ચૂકવશે.
તે જ સમયે, આ સેવા હવે ભારતમાં શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં ટ્વિટર બ્લુ સર્વિસ લેવા માટે વેબ યુઝર્સે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે મોબાઈલ યુઝર્સ માટે તેનો ચાર્જ દર મહિને 900 રૂપિયા છે. જો કે વાર્ષિક લવાજમ લેવા માટે 6800 રૂપિયા ચૂકવવા પડશે. ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનની સાથે યુઝર્સને બ્લુ ચેકમાર્ક અથવા ટિક પણ આપવામાં આવે છે. આની સાથે યુઝર્સને ટ્વીટ એડિટ કરવાનો, 1080ા વિડિયોમાં વીડિયો અપલોડ કરવાનો અને રીડર મોડને ઍક્સેસ કરવાનો વિકલ્પ મળશે. આ ઉપરાંત, ટ્વિટર વપરાશકર્તાઓને ઓછી જાહેરાતો જોવા મળશે જ્યારે બિન-સબ્સ્ક્રાઇબર્સને આગામી સમયમાં વધુ જાહેરાતો જોવા મળશે. કંપનીએ કહ્યું છે કે વેરિફાઈડ યુઝર્સના ટ્વીટને જવાબો અને ટ્વીટ્સમાં પણ પ્રાથમિકતા મળશે.