AIIMSના ડોક્ટરોએ કર્યું અદ્ભૂત ઓપરેશન
ખાસ-ખબર સંવાદદાતા
બરેલીના રહેવાસી અંકુર ગુપ્તા અને દીપિકા ગુપ્તાને જ્યારે ખબર પડી કે તેમને થનાર ટ્વીન્સ બાળકો જોડાયેલા છે તો તેઓ ગભરાઈ ગયા હતા. જો કે, દિલ્હી એઈમ્સના ડોક્ટરો પર વિશ્વાસ કરીને તેઓ તેમની જોડિયા દીકરીઓની સારવાર માટે દિલ્હી આવ્યા હતા. આ ડોક્ટર્સની ટીમે જન્મથી જોડાયેલી છોકરીઓને નવું જીવન આપ્યું. રિદ્ધિ-સિદ્ધિ નામની આ બે બહેનોની જિંદગી હવે ખતરાની બહાર છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, દિલ્હી અઈંઈંખજના ડોક્ટરોએ જન્મથી જોડાઈ ગયેલી બે જોડિયા છોકરીઓને અલગ કરી દીધી છે. બંને બહેનો છાતી અને પેટના ઉપરના ભાગે એકસાથે જોડાઈ હતી. જોડિયા વચ્ચે મુખ્ય અંગો વહેંચવામાં આવ્યા હતા, જેમાં હૃદય અને પેટને આવરી લેતી છાતીના નીચેના સ્તરોનો સમાવેશ થાય છે. આ સર્જરીમાં લીવર અને હૃદયના ભાગોને અલગ પાડવાનું કામ તબીબો માટે સૌથી પડકારજનક હતું.