અમુક લોકોને ભાન નથી પડતી ને બહુ સ્માર્ટ બનવા જાય છે: રિવાબા જાડેજા
રિવાબા જાડેજાએ તેમના ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓની પણ ગરિમા ના જાળવી ના બોલવાના શબ્દો બોલ્યા
- Advertisement -
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવી ગયો છે. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ બાખડી પડ્યાં હતા. જામનગરના લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જામનગર ઉત્તર બેઠકના ખકઅ રિવાબા જાડેજા એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગુસ્સા થઈ ગયા હતા. તે ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં રિવાબા પોલીસ અધિકારી અને સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં બેફામ બોલી રહ્યા છે. એટલું જ નહીં રિવાબા જાડેજાએ તેમના ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓની પણ ગરિમા ના જાળવી ના બોલવાના શબ્દો બોલ્યા હતાં.
રિવાબા જાડેજા: ‘તમે ઔકાતમાં રહો બહુ, સ્માર્ટ બનવાની જરૂર નથી.’
- Advertisement -
મેયર: ‘ઔકાતમાં રહો એટલે?, તમે ડોળા ના કાઢો, આઘા વયા જાવ, તમે મેયર સાથે વાત કરો છો.’
રિવાબા જાડેજા: ‘તમે અવાજ નીચે રાખીને વાત કરો.’
મેયર: ‘અવાજ નીચે જ છે તમે અહીંથી જતા રહો, તમે જ મને જોરથી બોલવાનું કીધું.’
પૂનમબેન માડમ: ‘ઔકાતનું’ને એવું નો બોલવાનું હોય, એ મેયર છે તમારાથી મોટા છે.’
રિવાબા જાડેજા: ‘સળગાવવા વાળા તમે જ છો હવે ઠારવાનો પ્રયાસ ના કરો, અમુકને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવું છે.’
ધારાસભ્ય રિવાબા જાડેજા આજે સવારે લાખોટા તળાવની પાળે શહીદ સ્મારકના લોકાર્પણ અવસરે આવ્યા હતા. જ્યાં ભાજપના સાંસદ સહિતના ઉચ્ચ અધિકારી હાજરીમાં કોઈક કારણોસર મેયર અને રિવાબા જાડેજા વચ્ચે માથાકૂટ થઈ હતી. ગુસ્સે થયેલા રિવાબા જાડેજા ના બોલવાનું બોલીને કહ્યું હતું કે, કેટલાક લોકોને કંઈ ભાન પડતી નથી તેમ છતાં પણ તે સ્માર્ટ બને છે.” એટલું જ નહીં રિવાબાએ જતાં-જતાં પણ એવું કહી દીધું હતું કે, ‘વડીલપણું ચૂંટણીમાં જોઈ લીધું છે.’ આટલું જ નહીં સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડતા તેમને પણ રિવાબા જાડેજાએ જાહેરમાં ન બોલવાનું બોલી દેતા કહ્યું હતું કે, તમે જ આ બધું સળગાવાવાળા તમે જ છો અને હવે ઠારવાનો પ્રયાસના કરો. આમ રિવાબા જાડેજાએ સિનિયર નેતાનું અપમાન કર્યું હતું. આટલું જ નહીં પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વચ્ચે પડી બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.