ઇઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન ઇઝરાયલના પ્રવાસ કરવા પર વિચાર કરી રહ્યા છે. જો કે, આંતરિક સૂત્રો પાસેથી અત્યાર સુધી ઇઝરાયલના પ્રવાસને લઇને કોઇ પણ ચર્ચા કરવામાં આવી નથી. એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રાષ્ટ્રપતિ જો બિડેને ગાઝા પટ્ટી પર લાંબા સમય સુધી કબ્જો કરવાની કોશિશ કરી રહેલા ઇઝરાયલને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ઇઝરાયલ લાંબા સમય સુધી ગાઝા પટ્ટીને પોતાના નિયંત્રણોમાં નથી રાખવું જોઇએ નહીં. ઇઝરાયલે યુદ્ધના નિયમો અનુસાર કામ કરવું જોઇએ. નિર્દોષ લોકોને દવા, પાણી અને ભોજન પહોંચાડવું જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, મને લાગે છે કે આ એક મોટી ભૂલ છે. મારા હિસાબથી ગાઝામાં જે કંઇ થયું તેનું કારણ હમાસ હતું અને હમાસના બધા પેલેસ્ટાનિઓનું પ્રતિનિધિત્વ નથી. આ સાક્ષાત્કાર રવિવારના ત્યારે થયો જયારે ઇઝરાયલનું સુરક્ષા દળ ગાઝા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. આ હુમલાના ડરથી લોકો પોતાના ઘર છોડીને દક્ષિણની તરફ ભાગી રહ્યા છે.
- Advertisement -
મધ્યસ્થા માટે મિસ્ત્ર પર દબાણ
બાઇડન અને ઇઝરાયલના નેતા છેલ્લી વખત સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ન્યૂ યોર્કમાં મળ્યા હતા. આ વર્ષ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના ઇઝરાયલી લો શાખાથી સતા પડાવવાના પ્રયાસ પછી બંન્ને દેશો વચ્ચે સંબંધોમાં ખારાશ આવી ગઇ. અમેરિકાના રક્ષા મંત્રી એન્ટની બ્લિંકન સાઉદી અને મિસ્ત્રના નેતાઓને મળ્યા પછી સોમવારના ઇઝરાયલ જઇ શકે છે. ઇઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ચર્ચા કરવા માટે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ- સિસીએ પણ જો બિડેનને આમંત્રણ આપ્યું છે. પેલેસ્ટટનિઓ અને ઇઝરાયલના નેતા સંઘર્ષમાં મધ્યસ્થા કરવા માટે મિસ્ત્ર પર દબાણ કરી રહ્યા હતા.
જો બિડેને વધુમાં જણાવ્યું કે, તેમની ટીમ ગાઝામાં વસવાટ કરી રહેલા લોકોને સુરક્ષીત ક્ષેત્રોમાં મોકલવા માટે ચર્ચા કરી રહ્યા છે. મહિલાઓ અને બાળકોને યુદ્ધ ક્ષેત્રથી બહાર કાઢવા માટે મિસ્ત્ર સરકાર સાથે વાતચીત કરી છએ. આ વિષયમાં સીધા હસ્તક્ષેપ કરવાનો કોઇ મતલબ નથી. તેમણે સાંસદો પર ઇઝરાયલ અને યુક્રેનને વધુ સૈન્ય સુરક્ષા આપવા માટે દબાણ કર્યું છે.
ઇઝરાયલ-હમાસની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 1400 ઇઝરાયલી અને 2500 જેટલા ગાઝાના નાગરિકોની મૃત્યુ થઇ છે. જ્યારે સૈંકડો નાગરિકોને હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટી પર બંધક બનાવ્યા છે.