દરેક વ્યક્તિને જીવનમાં કઈને કઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. આ ઈચ્છાની પૂર્તિ માટે ઘણા પ્રયાસ પણ કરવામાં આવે છે.
ફેંગશુઈ ચીનનુ વાસ્તુ શાસ્ત્ર છે. ફેંગ અને શુઈનો શાબ્દિક અર્થ છે વાયુ અને જળ. વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈ પણ ઘર અને તેની આજુબાજુની ચીજ વસ્તુઓ અંગે જાણકારી આપે છે. જેમાં એવી ચીજ વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે, જે ઘરમાં સુખ-સમૃદ્ધી અને ખુશહાલી લાવે છે. જો તમને લાગે છે કે ઘરને કોઈની નજર લાગી ગઇ છે અથવા પછી મહેનત કર્યા બાદ પણ સફળતા પ્રાપ્ત થતી નથી તો તમને ફેંગશુઈમાં વર્ણવેલા અમુક સરળ ઉપાય અપનાવવા જોઈએ. જાણો ઘરના મેનગેટ સાથે જોડાયેલા ફેંગશુઈ ઉપાય.
- Advertisement -
ઘરના મેનગેટ સાથે જોડાયેલા ફેંગશુઈ ઉપાય
- ફેંગશુઈ મુજબ, જો ઘરના મેનગેટની સામે કોઈ સ્તંભ હોય તો તેને તોડાવવાને કારણે તેના પર દર્પણ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.
– ફેંગશુઈ મુજબ ઘરના મુખ્ય દ્વાર પર એન્ટ્રી ગેટ હોવો જોઈએ. આ ગેટથી તમારા ઘરમાં સારો પ્રકાશ આવવો જોઈએ. મેનગેટની બાજુમાં કોઈ ગેરેજ અથવા અન્ય દરવાજો ન લગાવવો જોઈએ.
– જો ઘરનો મેનગેટ અવાજ કરી રહ્યો હોય તો તેને રિપેર કરાવી લો. ઘરના દરવાજામાંથી અવાજ આવતા એવુ લાગે છે કે દરવાજો રડી રહ્યો છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.
– ઘરમાં સકારાત્મક એનર્જી માટે પોતાના ઘરના મુખ્ય દ્વારને નિયમિત રીતે સાફ કરાવો. જરૂરીયાત પડતા તેને પેઇન્ટ પણ કરાવી શકો છો.
– ફેંગશુઈ મુજબ ઘરના મુખ્ય દ્વારની પાસે એક બુક શેલ્ફ રાખવી જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
– પોતાના મુખ્ય દ્વારની સાફ-સફાઈનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. ઘરમાં પ્રવેશ કરતા પહેલા બૂટ-ચપ્પલ બહાર ઉતારો. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થતો નથી.
– ફેંગશુઈ મુજબ ઘરનો મુખ્ય દ્વાર અને પાછળનો દ્વાર સીધી રેખામાં ના હોવો જોઈએ. કારણકે આમ કરવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરતાની સાથે બહાર નિકળી જાય છે.