અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2024ની ચૂંટણીની તૈયારીઓમાં આગળ છે, પરંતુ કાયદાકીય અવરોધો તેમનો પીછો નથી છોડી રહ્યા. ટ્રમ્પના વકીલોએ નાટકીય રીતે 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને ઉથલાવી દેવાના કાવતરાના આરોપો પર સુનાવણી શરૂ કરવા માટે એપ્રિલ 2026 માં તારીખનો સુજાવ આપ્યો છે.
ન્યાય વિભાગની માંગ – 2024માં ટ્રાયલ શરૂ થવી જોઈએ
- Advertisement -
ગયા સપ્તાહની શરૂઆતમાં, ન્યાય વિભાગના વકીલોએ 2 જાન્યુઆરી, 2024 ના રોજ ટ્રાયલ શરૂ કરવાની માંગ કરી હતી. આ કેસની આગામી સુનાવણી વોશિંગ્ટનમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા છુટકનની કોર્ટમાં 28 ઓગસ્ટે સુનિશ્ચિત કરવામાં આવી છે, જ્યાં સંભવિત ટ્રાયલ તારીખ નક્કી કરવામાં આવે તેવી આશા છે.
કોર્ટે 1.15 કરોડ પેજ વાંચવા પડશે
ટ્રમ્પના વકીલોએ તેમની ફાઇલિંગમાં કહ્યું છે કે અદાલતે 1.5 કરોડ પેજની માહિતીનો અભ્યાસ કરવાનો છે. જો ન્યાય વિભાગ દ્વારા સૂચવવામાં આવેલી તારીખે ટ્રાયલ શરૂ થાય છે, તો અદાલતે દરરોજ લગભગ એક લાખ પેજની સમીક્ષા કરવી પડશે.
- Advertisement -
આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમણે વકીલની સલાહ પર જ્યોર્જિયા રાષ્ટ્રપતિ ચૂંટણી ફ્રોડ કેસમાં આવતા સપ્તાહે યોજાનારી પ્રેસ કોન્ફરન્સને મુલતવી રાખી છે. આ પ્રેસ વાર્તામાં તેઓ કેસના નવા પુરાવા રજૂ કરવાના હતા.
ટ્રમ્પના સહયોગી માટે 33 વર્ષની સજાની માંગ
બીજી તરફ, જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલોએ 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ હિંસા કેસમાં દોષી ઠેરવવામાં આવેલા ટ્રમ્પના સહાયક અને ભૂતપૂર્વ પ્રાઉડ બોયઝ જૂથના નેતા એનરિક ટેરિયો સામે 33 વર્ષની જેલની માંગણી કરી છે. પ્રમુખ તરીકે જો બિડેનની જીતને ન સ્વીકારતા, પ્રાઉડ બોયઝ જૂથના સભ્યોએ ચૂંટણીને પલટાવવા માટે કેપિટોલ હિલ પર વ્યાપક હિંસા કરી હોવાનું કહેવાય છે.