ટ્રમ્પે કહ્યું – આને ટેરિફ સાથે લેવા – દેવા નથી : આપણે બાઈડનના હેંગ ઓવરથી બહાર નીકળવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
ટેરિફનું હથિયાર ટ્રમ્પ માટે ઉલટું પડયું છે. અમેરિકાની ઈકોનોમીમાં પ્રથમ ત્રિમાસિકમાં 0.3 ટકાનો ઘટાડો થયો છે. ત્રણ વર્ષમાં આ પહેલી ઘટના છે જયારે ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિને આના માટે જવાબદાર માનવામાં આવે છે. કોમર્સ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ ઈકોનોમીક એનાલિસીસના જણાવ્યા મુજબ, ગત ત્રિમાસિકમાં જીડીપીમાં 0.3 ટકા ઘટાડો થયો છે. મંગળવારે આવેલો આ ડેટા દેખાડે છે કે માર્ચમાં માલની વ્યાપાર ખોટમાં રેકોર્ડબ્રેક આયાતને લઈને ભારે વધારો થયો છે.
આથી મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ પોતાના જીડીપીના અનુમાન લગાવ્યા છે. ચોથી ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા 2.4 ટકાના દરે વધી હતી. ટ્રમ્પના પ્રથમ 100 દિવસના કાર્યકાળ સાથે જ આ રિપોર્ટ અમેરિકનો વચ્ચે તેમની આર્થિક નીતિઓને લઈને નારાજગી પણ બતાવે છે. વેપારીઓ દ્વારા વધુ કોસ્ટથી બચવા માટે ભારે માત્રામાં સામાન આયાત કરવાથી અર્થવ્યવસ્થા પણ ખરાબ અસર પડી છે. જીડીપી રિપોર્ટ જાહેર થયા બાદ અમેરિકી શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. છેલ્લા અનેક મહિનાથી ટ્રમ્પ સરકારની ટેરીફ નીતિથી દુનિયામાં અનિશ્ચિતતા વધી પછે. સાથે સાથે ચીન સાથે પણ ટ્રેડવોર ચરમસીમાએ છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ટ્રમ્પ ગ્લોબલ ટ્રેડમાં જે ફેરફાર લાવવાની કોશિશ કરે છે.
તેથી અમેરિકામાં મોંઘવારી વધવાની અને મંદી આવવાની આશંકા છે. જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ આશંકાઓ ફગાવી દીધી છે તેમનું કહેવું છે કે અમેરિકા ફરીથી બુમ કરશે. પણ તેના માટે આપણે બાઈડનના હેંગઓવરથી બહાર નીકળવું પડશે. ટેરિફ સાથે કઈ લેવા દેવા નથી.