ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટનના નામથી અમેરિકી રાજકારણમાં ખળભળાટ
1000થી વધુ યુવતીઓના શોષણના ખુલાસા; 15 દેશોમાં તપાસની આંચ પહોંચી
- Advertisement -
બ્રિટિશ શાહી પરિવાર અને પીએમ ઓફિસમાં ભૂકંપ: સ્ટારમરના નજીકના સાથીઓ આઉટ
પ્રિન્સ એન્ડ્રુ વિરુદ્ધ યુકે પોલીસનો ‘ફ્રેશ રિવ્યુ’; કીર સ્ટારમરે માંગવી પડી માફી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકામાં નાની છોકરીઓના યૌન શોષણ અને માનવ તસ્કરીના આરોપી અબજોપતિ જેફરી એપસ્ટીન સાથે સંકળાયેલા ગુપ્ત દસ્તાવેજો સાર્વજનિક થતાં જ દુનિયાના સત્તા અને પ્રભાવના ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા લગભગ 30 લાખ પાનાના દસ્તાવેજો પછી અત્યાર સુધીમાં 10 દેશોમાં 15 થી વધુ ઉચ્ચ અધિકારીઓને પદ ગુમાવવું પડ્યું છે. 80 થી વધુ મોટા નામો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
અમેરિકાથી યુરોપ સુધી ફેલાયેલી એપસ્ટીન ફાઇલોએ રાજકારણીઓ, રાજદૂતો, અબજોપતિઓ અને શાહી પરિવારો સુધી તપાસની આંચ પહોંચાડી દીધી છે. ફાઇલોમાં 700-1000 પ્રભાવશાળી લોકોના નામ ઇમેઇલ, ફ્લાઇટ લોગ્સ અને સંપર્ક રેકોર્ડ્સમાં નોંધાયેલા છે.
આમાં 100 રાજકારણીઓ અને વરિષ્ઠ રાજદ્વારીઓ, 200 અબજોપતિઓ અને કોર્પોરેટ જગતના મોટા નામો અને હજારથી વધુ નાની છોકરીઓ અને યુવતીઓના યૌન શોષણ સાથે સંકળાયેલા ખુલાસાઓ શામેલ છે.
દસ્તાવેજોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન જેવા હાઈ-પ્રોફાઈલ નામો અલગ-અલગ સંદર્ભોમાં સામે આવ્યા છે.
સૌથી વધુ બ્રિટનમાં 3 અધિકારીઓને પદ છોડવું પડ્યું. પૂર્વ રાજદૂત પીટર મેન્ડેલસન, સલાહકાર એડમ પેરી અને પીએમ કીર સ્ટારમરના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ રાજીનામું આપ્યું.
સ્લોવાકિયામાં પૂર્વ વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મીરોસ્લાવ લાઇચાકે 300થી વધુ ઇમેઇલ અને વાંધાજનક ચેટ સામે આવતા રાજીનામું આપ્યું. સ્વીડનના વરિષ્ઠ રાજદ્વારી જોઆના રુબિનસ્ટીને પદ છોડ્યું. નોર્વેના રાજદૂત મોના જુલ, અમેરિકામાં શ્રમ મંત્રી એલેક્સ એકોસ્ટા અને એમઆઈટી લેબ પ્રમુખ જોઇચી ઇતોએ રાજીનામું આપ્યું.
બ્રિટિશ પીએમ સ્ટારમરને માફી માંગવી પડી, જ્યારે પ્રિન્સ એન્ડ્રુ વિરુદ્ધ યુકે પોલીસે નવી ફાઇલોના આધારે ’ફ્રેશ રિવ્યુ’ શરૂ કર્યું. નોર્વેમાં રાજદૂત મોના જુએલને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પૂર્વ પીએમ થોર્બજોર્ન જગલેન્ડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ શરૂ થઈ. વરિષ્ઠ રાજદ્વારી તેર્જે રોડ-લાર્સન પર પણ તપાસ ચાલી રહી છે. ફ્રાન્સમાં પૂર્વ મંત્રી જેક લેંગને સત્તાવાર સમન્સ જારી કરવામાં આવ્યું. પોલેન્ડ, લાતવિયા અને તુર્કીએ માનવ તસ્કરી સાથે સત્તાવાર સાંઠગાંઠની તપાસ માટે વિશેષ ટીમો બનાવી.
નોર્વેના ક્રાઉન પ્રિન્સેસ મેટે-મેરિટના ઇમેઇલ્સ અને સંવાદો સામે આવ્યા પછી રાજશાહી સ્તરની સંસ્થાકીય સમીક્ષા થઈ અને તેમણે જાહેરમાં માફી માંગી.
માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે એપસ્ટીન સાથેની મુલાકાતો અને સંવાદો પર અફસોસ વ્યક્ત કર્યો અને ફાઉન્ડેશનના બોર્ડમાંથી રાજીનામું આપ્યું.
ઇઝરાયેલના પૂર્વ પીએમ એહુદ બરાકનું નામ ન્યૂયોર્કમાં એપસ્ટીનના એપાર્ટમેન્ટમાં રોકાણ અને બેઠકોના રેકોર્ડમાં આવ્યું, જેના પછી તેમને
સ્પષ્ટતા કરવી પડી.એપસ્ટીન ફાઇલોમાં ટ્રમ્પનું નામ 38 હજારથી વધુ વખત નોંધાયેલું છે.
રેકોર્ડમાં 1990ના દાયકામાં એપસ્ટીનના ખાનગી વિમાન દ્વારા 7-8 પ્રવાસોનો ઉલ્લેખ છે. ટ્રમ્પના માર-એ-લાગો ક્લબની ગેસ્ટ લિસ્ટમાં પણ તેમનો સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું કે યૌન શોષણનું નેટવર્ક અમેરિકા પૂરતું સીમિત નહોતું. એપસ્ટીને સંગઠિત ટ્રાફિકિંગ નેટવર્ક બનાવ્યું. અત્યાર સુધીમાં 15 દેશોના ધનિકો, નેતાઓ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓના નામ સામે આવ્યા છે.



