અમેરિકી રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું જો તેઓ 5 નવેમ્બરે ચૂંટણી હારી જશે તો તેઓ સતત ચોથી વખત અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ વ્હાઇટ હાઉસ માટે તેમની ત્રીજી બિડમાં સફળ ન થાય તો શું તે ચાર વર્ષ પછી ફરીથી ચૂંટણી લડશે ?
તેનાં પર પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે ના, મને એવું નથી લાગતું. મને એવું બિલકુલ નથી લાગતું. મને આશા છે કે અમે આ વખતે ચોક્કસપણે સફળ થઈશું.ટ્રમ્પને ડેમોક્રેટિક યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
રાષ્ટ્રપતિ જો બાઈડેન રેસમાંથી ખસી ગયાં પછી ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને તેનાં પ્રમુખપદના ઉમેદવાર બનાવ્યાં હતાં. હાલમાં બંને સખત સ્પર્ધામાં છે. વિજેતા નક્કી કરવા નિર્ણાયક બની શકે છે. કમલા હેરિસે પણ દેશવ્યાપી ચૂંટણીમાં લીડ મેળવવાનું શરૂ કરી દીધું છે.