વિદેશી ફિલ્મો પર 100% ટૅરીફ, નહિ તો અમેરિકન ફિલ્મ ઉદ્યોગનો વિનાશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાના ફિલ્મ ઉદ્યોગને આગળ ધપાવવા માટે જાહેર કર્યું છે કે વિદેશી ફિલ્મો પર 100% ટૅરીફ લગાવશે. જેના અંતર્ગત વિશ્વભરનાં દેશો સાથે વેપાર વિવાદ વધી રહ્યા છે. ટ્રમ્પ કહે છે, “અમેરિકાનો ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિનાશ પામી રહ્યો છે. અન્ય દેશો દ્વારા થતાં સંગઠિત પ્રયાસો રાષ્ટ્રની સુરક્ષાના ખતરારૂપ છે.” વધુમાં કહ્યું, “અમે અમેરિકામાં બનેલી ફિલ્મો ઇચ્છીએ છીએ.”
- Advertisement -
તેમણે આ માહિતી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથની મારફતે પ્રસાર કરી હતી. વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રીપ્રેસેન્ટેટિવ (USTR)ને અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર 100% ટૅરીફ લગાવવાની પ્રક્રિયા શરૂ કરવા આદેશ આપ્યો છે. પરંતુ આ પગલાંની અમુક વિગતો અસ્પષ્ટ છે, જેમકે વિદેશમાં ફિલ્મો બનાવાતી અમેરિકન પ્રોડક્શન પર ટૅરીફ લાગુ પડશે કે નહીં ? કારણ તાજેતરમાં યુએસ સ્ટુડિયો દ્વારા નિર્મિત ઘણી ફિલ્મો અમેરિકાની બહાર શૂટ કરવામાં આવી હતી, જેમાં ડેડપૂલ, વોલ્વરાઈન, વિકેન્ડ અને ગ્લેડિયેર II નો સમાવેશ થાય છે. હાલ તો એ પણ સ્પષ્ટ દ્રશ્ય નથી કે નેટફ્લિક્સ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અને સિનેમાઘરોમાં દર્શાવતી ફિલ્મો પર ટૅરીફ લાગુ થશે કે નહીં, અને જો થશે તો તેની ગણતરી કંઈ રીતે કરવામાં આવશે ?
અમેરિકા વૈશ્વિક સ્તરે મુખ્ય ફિલ્મ નિર્માણ કેન્દ્ર
- Advertisement -
ફિલ્મ ઉદ્યોગ સંશોધન કંપની પ્રોડપ્રોના જણાવ્યા અનુસાર, પડકારો હોવા છતાં, અમેરિકા વૈશ્વિક સ્તરે એક મુખ્ય ફિલ્મ નિર્માણ કેન્દ્ર રહ્યું છે. તેનો તાજેતર વાર્ષિક અહેવાલ દર્શાવે છે, ગયા વર્ષે અમેરિકાનો 14.54 બિલિયન ડોલર ઉત્પાદન ખર્ચ હતો. જોકે 2022થી તે 26% ઘટ્યો છે. આ જ સમયગાળામાં ખર્ચ વધુ કરનાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા અને યુકેનો સમાવેશ થાય છે.
ચાઇનીઝ ફિલ્મ એડમિનિસ્ટ્રેશને 10 એપ્રિલના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ચીન પર ટેરિફનો દુરુપયોગ કરવાની અમેરિકન સરકારની ખોટી કાર્યવાહીથી સ્થાનિક દર્શકોનો અમેરિકન ફિલ્મોમાં રસ જરૂરથી ઘટશે. અમે બજારના નિયમોનું પાલન કરીશું દર્શકોની પસંદગીઓનો આદર કરીશું અને આયાતી યુએસ ફિલ્મોની સંખ્યામાં સામાન્ય ઘટાડો કરીશું.”
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ ટ્રમ્પની ટૅરીફ લિસ્ટ ચાલું થઇ ગઈ છે જેમાં દુનિયાના અનેક દેશો પર ટૅરીફ લાદ્યા છે. તેમનો હેતુ અમેરિકાના ઉત્પાદકોને પ્રોત્સાહન મળે અને નોકરીઓનું રક્ષણ થાય તે છે પરંતુ ટૅરીફના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર અરાજક્તામાં ફેલાઈ રહ્યું છે અને જગતનાં ખૂણે ખૂણે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જાગી રહી છે.
અલ્કાટ્રાઝ જેલ ફરીથી ખોલવાનું આયોજન
આ ઉપરાંત ટ્રમ્પે સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં અલ્કાટ્રાઝ જેલ ફરીથી ખોલવાની યોજનાનું પણ અનાવરણ કર્યું. અહેવાલ મુજબ તેમણે ન્યાય વિભાગ એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી સાથે સંકલનમાં બ્યુરો ઓફ પ્રિઝન્સને ઐતિહાસિક સુવિધાનું નવીનીકરણ અને વિસ્તરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં 1963 માં બંધ થાય તે પહેલાં દેશના કેટલાક સૌથી કુખ્યાત ગુનેગારોને રાખવામાં આવ્યા હતા.ટ્રમ્પે કહ્યું કે નવું અલ્કાટ્રાઝ દેશના સૌથી હિંસક અને ખતરનાક ગુનેગારો માટે ઉચ્ચ સુરક્ષા સુવિધા તરીકે કામ કરશે.