ફેબ્રુઆરીમાં 5 મિલિયન ડોલર રાખેલી કિંમત ઘટાડીને 1 મિલિયન કરી: કંપનીઓને 2 મિલિયન ડોલર ચૂકવવા પડશે
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.11
- Advertisement -
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ લોન્ચ કર્યું. કાર્ડની કિંમત 1 મિલિયન ડોલર (લગભગ 8.97 કરોડ રૂપિયા) રાખવામાં આવી છે, જોકે કંપનીઓએ 2 મિલિયન ડોલર ચૂકવવા પડશે.
ટ્રમ્પે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ‘ગોલ્ડ કાર્ડ’ નામથી એક નવા વિઝા પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જોકે એ સમયે તેમણે એની કિંમત 5 મિલિયન ડોલર (44 કરોડ ભારતીય રૂપિયા) રાખી હતી. બાદમાં એને ઘટાડીને 1 મિલિયન ડોલર કરવામાં આવી.
ગોલ્ડ કાર્ડની અનલિમિટેડ રેસિડેન્સીમાં નાગરિકોને માત્ર પાસપોર્ટ અને વોટ આપવાનો અધિકાર નથી મળતો, બાકીની બધી સુવિધાઓ એક અમેરિકી નાગરિક જેવી જ મળે છે. આ પ્રક્રિયા એ જ રીતે થશે, જેમ ગ્રીન કાર્ડ દ્વારા કાયમી નિવાસ મળે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે આ વિઝા પ્રોગ્રામ ખાસ કરીને ધનિક વિદેશીઓ માટે છે, જેથી તેઓ 1 મિલિયન ડોલર આપીને અમેરિકામાં રહી કામ કરી શકે.
તેમણે કહ્યું હતું કે હવે અમેરિકા માત્ર પ્રતિભાશાળી લોકોને જ વિઝા આપશે, ન કે એવા લોકોને જે અમેરિકનોની નોકરીઓ છીનવી શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે આ રકમનો ઉપયોગ ટેક્સ ઘટાડવામાં અને સરકારી દેવું ચૂકવવામાં કરવામાં આવશે.
ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ ઉપરાંત 3 નવા પ્રકારના વીઝા કાર્ડ પણ લોન્ચ કર્યા હતા. તેમાં ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’, ‘ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ’ અને ‘કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ’ સામેલ છે.
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વ્યક્તિને અમેરિકામાં અનલિમિટેડ રેસિડેન્સી (હંમેશાં રહેવા)નો અધિકાર આપશે. જ્યારે ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ જલદી શરૂ કરવામાં આવશે.
કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકના મતે, આ ગોલ્ડ કાર્ડ હાલના ઊઇ-1 અને ઊઇ-2 વિઝાની જગ્યા લેશે. ગ્રીન કાર્ડ કટેગરીઓ બંધ થઈ શકે છે. ઊઇ-1 વિઝા અમેરિકાનો એક કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ) વિઝા છે.
ઊઇ-2 વિઝા પણ ગ્રીન કાર્ડ માટે છે, પરંતુ તેવા લોકો માટે, જે ઉચ્ચ શિક્ષણ (માસ્ટર્સ કે તેનાથી ઉપર)ની યોગ્યતા ધરાવતા હોય.



