‘હું તેની જાહેરાત કરીશ…’: ડોનાલ્ડ ટ્રમ્પ પુતિનને યુક્રેન યુદ્ધવિરામ પર પહોંચવા માટે નવી સમયમર્યાદા નક્કી કરશે નહીંતર આર્થિક દંડનો સામનો કરશે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુતિનને યુક્રેન સાથે યુદ્ધવિરામ માટે સંમત થવા માટે 10-12 દિવસની નવી સમયમર્યાદા નક્કી કરી છે, અને જો તેઓ તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો આર્થિક દંડની ચેતવણી આપી છે. અગાઉની વાટાઘાટોનું કોઈ પરિણામ ન આવતાં ટ્રમ્પની પુતિન પ્રત્યેની હતાશા વધી ગઈ છે.
- Advertisement -
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલૅન્ડમાં બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર સાથે મુલાકાત કરી, આ દરમિયાન તેમણે રશિયાને કડક ચેતવણી પણ આપી છે. આ બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે, જો રશિયા બે અઠવાડિયાથી ઓછા સમયમાં યુક્રેન પરના હુમલા બંધ નહીં કરે, તો તેને નવા પ્રતિબંધો અને ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પે અગાઉ મોસ્કોને 50 દિવસની સમયમર્યાદા આપી હતી. જોકે, 28 જુલાઈના રોજ ટ્રમ્પે કહ્યું કે, ‘અમને કોઈ પ્રગતિ થતી દેખાતી નથી, આથી હું આજથી લગભગ 10 કે 12 દિવસની નવી સમયમર્યાદા નક્કી કરવા જઈ રહ્યો છું. રાહ જોવાનો કોઈ અર્થ નથી.’
ટ્રમ્પનો સ્કોટલૅન્ડ પ્રવાસ અને વિવાદ
ડોનાલ્ડ ટ્રમ્પ 28 જુલાઈ, 2025ના રોજ પોતાના ચાર દિવસના ખાનગી પ્રવાસે સ્કોટલૅન્ડના ટર્નબેરી ગોલ્ફ રિસોર્ટમાં હતા. આ પ્રવાસ અનૌપચારિક હતો, પરંતુ એક પત્રકારે લંડન જવા વિશે પૂછતાં ટ્રમ્પે કહ્યું કે, ‘હા, હું લંડન જરૂર જઈશ, પણ હું તમારા મેયરનો પ્રશંસક નથી. તે ઘટિયા માણસ છે.’ તેમના આ નિવેદનથી તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે.
- Advertisement -
સાદિક ખાનની પ્રતિક્રિયા
લંડનના મેયર સાદિક ખાને આ મામલે હાલ કોઈ વ્યક્તિગત રીતે પ્રતિક્રિયા નથી આપી, પરંતુ તેમના પ્રવક્તા અને સહયોગીઓએ ટ્રમ્પની આકરી ટીકા કરી. પ્રવક્તાએ કહ્યું કે, ‘સાદિક ખુશ છે કે ટ્રમ્પ લંડન આવવા માંગે છે. તેમને લંડનની વિવિધતા અને સંસ્કૃતિમાંથી શીખવા મળશે.’ સાદિક ખાનના નજીકના સાથીઓએ એમ પણ કહ્યું કે, ટ્રમ્પ 2020ની ચૂંટણી હારી ગયા છે, જ્યારે સાદિક ખાને ત્રણ વખત મેયરની ચૂંટણી જીતી છે.’




