ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.26
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100% ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે. આ ટેક્સ એવી કંપનીઓ પર લાગુ થશે નહીં, જે અમેરિકામાં પોતાના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ લગાવી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર પહેલાંથી જ 50% ટેરિફ લાદી દીધો છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. કપડાં, રત્નો અને ઘરેણાં, ફર્નિચર અને સીફૂડ જેવાં ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ મોંઘી થઈ ગઈ છે, જોકે ફાર્માસ્યુટિકલ્સને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
ટ્રમ્પે કહ્યું, ’1 ઓક્ટોબરથી અમે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100% ટેરિફ લાદીશું, સિવાય કે એ કંપનીઓ, જે અમેરિકામાં પોતાના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે.’ લાદી રહ્યો છું’નો અર્થ થશે ક્ધસ્ટ્રક્શન ચાલી રહ્યું છે, એટલે જો ક્ધસ્ટ્રક્શન શરૂ થઈ ગયું છે તો એ દવાઓ પર કોઈ ટેક્સ લાગશે નહીં..
ટ્રમ્પના નવા ટેરિફની ભારતીય ઉત્પાદનો પર સૌથી વધુ અસર પડશે, કારણ કે ભારત યુનાઇટેડ સ્ટેટ્સને ફાર્માસ્યુટિકલ્સના સૌથી મોટા સપ્લાયર્સમાંનો એક છે. 2024માં ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસ 12.72 બિલિયન હતી. આમાંથી 8.7 બિલિયનનો પુરવઠો યુનાઇટેડ સ્ટેટ્સમાં ગયો હતો. જ્યારે ત્યાંથી ફક્ત 800 મિલિયનના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો ભારતમાં આવે છે. હાલમાં ભારત યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત થતી આ દવાઓ પર 10.91 ટકા ટેરિફ લાદે છે. બીજી તરફ, યુનાઇટેડ સ્ટેટ્સ ભારતીય દવાઓ પર કોઈ ટેરિફ લાદતું નથી. 2 એપ્રિલ, 2025ના રોજ ટેરિફ જાહેરાતમાં ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને બાકાત રાખ્યું હતું અને એના પર કોઈ વધારાનો ટેરિફ લાદ્યો નહોતો, જોકે હવે આ દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાથી એ વધુ મોંઘી થઈ જશે.
રિપોર્ટ મુજબ 2022માં યુ.એસ.માં દસમાંથી ચાર જિનેરિક દવાઓ ભારતીય કંપનીઓ તરફથી આવી હતી. હકીકતમાં ભારતીય કંપનીઓની દવાઓ જ 2022માં યુએસ હેલ્થકેર સિસ્ટમને 219 બિલિયન અને 2013થી 2022 સુધી કુલ 1.3 ટ્રિલિયન બચાવી શકે છે. આનો અર્થ એ છે કે યુએસ અમારી જિનેરિક દવાઓનો ઉપયોગ કરીને પૈસા બચાવી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં ભારતીય કંપનીઓની જિનેરિક દવાઓથી યુ.એસ.ને વધારાના 1.3 ટ્રિલિયન બચાવવાની અપેક્ષા છે. ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરતાં પહેલાં ટ્રમ્પ દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાતથી ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. એ સમયે ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ)એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 1 ઓગસ્ટથી ભારતમાંથી આવતા તમામ માલ પર 25% ટેરિફ અને અવ્યાખ્યાયિત દંડ લાદવાથી યુએસમાં આવશ્ર્યક દવાઓની કિંમતમાં વધારો થશે, જેનાથી દેશના ગ્રાહકો અને આરોગ્ય સંભાળ પ્રણાલીઓને લાંબા ગાળાનું નુકસાન થશે.
ટ્રમ્પે કિચન કેબિનેટ, બાથરૂૂમ વેનિટી અને તમામ એસેસરીઝ પર પણ ટેરિફ લાદ્યો છે. તેણે કહ્યું, “1 ઓક્ટોબર, 2025થી અમે કિચન કેબિનેટ, બાથરૂૂમ વેનિટી અને તમામ એસેસરીઝ પર 50% ટેરિફ લાદવાનું શરૂૂ કરીશું. વધુમાં, અમે અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% ટેક્સ વસૂલ કરીશું.”
આનું કારણ એ છે કે અન્ય દેશો આ માલસામાનથી મોટા પાયે યુએસ બજારમાં “ભરી” રહ્યા છે. આ ખૂબ જ ખોટો અભિગમ છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય કારણોસર આપણે આપણાં ઉત્પાદનનું રક્ષણ કરવું જોઈએ. આ તરફ ધ્યાન દોરવા બદલ આભાર!