કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનો ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ ફરી જાહેર થઇ ગયો છે. ટોરોન્ટો શહેરમાં ઉજવાયેલા ખાલસા ડે પર ભાષણ આપવા જ્યારે તેઓ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. ભાષણ દરમિયાન ટ્રુડોએ શીખ સમુદાયની કોઈપણ કિંમતે રક્ષા કરવાની પ્રતિજ્ઞા પણ લીધી અને કહ્યું કે હું હંમેશા શીખ સમુદાયના “અધિકારો અને સ્વતંત્રતાઓ”ની રક્ષા કરીશ.
"Will be there to protect your rights": Canada PM Trudeau marks Khalsa day in Toronto
- Advertisement -
Read @ANI Story | https://t.co/IiW8DorFyi#Canada #KhalsaDay #JustinTrudeau #SikhCommunity #IndiaCanadaTies #Toronto pic.twitter.com/6tD54H8H52
— ANI Digital (@ani_digital) April 29, 2024
- Advertisement -
નિજ્જરની હત્યા બાદથી ભારત-કેનેડાના સંબંધ બગડ્યાં
ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા મહિનાઓથી વણસેલા છે. કેનેડા નિજ્જર હત્યાકાંડમાં ભારતીય અધિકારીઓની સંડોવણીના ગંભીર આરોપો લગાવી રહ્યું છે. બીજી તરફ, ભારતે આ આરોપોના જવાબમાં ઘણી વખત પુરાવા માંગ્યા, જે કેનેડાની સરકાર આજ સુધી રજૂ કરી શકી નથી. ખાલિસ્તાનને ઘણા મોરચે સમર્થન આપનાર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ રવિવારે બપોરે ખાલસા ડે પરેડને સંબોધિત કરી હતી. તેમની સભામાં ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા.
Canada PM Justin Trudeau speech at Khalsa day:
-Pro Khalistan slogans raised multiple times
-Canada PM emphasis on more flights to India, including Amritsar
-Pay homage to Sikh Canadians
-Says will increase security to community centers etc, defend against "hate"
Full speech: https://t.co/3LvAutscGq pic.twitter.com/geHkUqCHah
— Sidhant Sibal (@sidhant) April 29, 2024
ટ્રુડોના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા…
જસ્ટિન ટ્રુડોની તાજેતરની ટિપ્પણી ડાઉનટાઉન ટોરન્ટોમાં ખાલસા ડે પરેડ દરમિયાન આવી હતી. ટ્રુડો તેમની સરકારના ચાર કેબિનેટ મંત્રીઓ અને લિબરલ પાર્ટીના ચાર સાંસદો સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ટ્રુડો જેવા સ્ટેજ પર પહોંચ્યા કે સભામાં કેટલાક લોકોએ ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવાનું શરૂ કરી દીધું. તેમણે સભામાં બહુ લાંબુ ભાષણ આપ્યું ન હતું. સભાને સંબોધતા, તેમણે કહ્યું, “કેનેડામાં લગભગ 8 લાખ શીખ સમુદાયના લોકો રહે છે, અમે શપથ લઈએ છીએ કે અમે હંમેશા તમારા અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરીશું અને તમારા સમુદાયને નફરત અને ભેદભાવથી બચાવીશું.”