ટામેટા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પણ તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. હેલ્દી સ્કિન માટે તમે તમારી સ્કિનકેર રૂટીનમાં ટામેટાંનો સમાવેશ કરી શકો છો.
ઘણા લોકો ત્વચાની સંભાળ માટે કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સને બદલે ઘરેલું ઉપચાર અજમાવતા હોય છે. તમે રસોડામાં સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો. આવી સ્થિતિમાં, તમે ફેસ પેક બનાવવા માટે ટામેટાંનો ઉપયોગ પણ કરી શકો છો. તો આવો જાણીએ ટામેટાની સાથે કઇ વસ્તુ મિક્સ કરવાથી શું ફાયદો થાય તેના વિશે….
- Advertisement -
ટામેટા-હની ફેસ માસ્ક
ટામેટાની પેસ્ટમાં 1 મોટી ચમચી મધ અને દહીં મિક્સ કરો. આ ફેસ માસ્ક તમારી ત્વચા પર ડાધ- ધબ્બાને ઘટાડવામાં મદદ કરશે.
ટામેટા- લીંબુ ફેસ માસ્ક
ટામેટા અને લીંબુના રસમાં 2 ચમચી જિલેટિન પાઉડર, 1 ચમચી મધ મિક્સ કરો. આ ફેસ માસ્ક પોતાની સ્કિનને નેચરલ ગ્લો આપશે.
ટામેટા-ખીરા ફેસ માસ્ક
અડધી ખીરા લઇને તેની ટામેટાની સાથે ક્રશ કરી લો. આ મિશ્રણને ફેસ પર લગાવો. આ સ્કિનને મોઇશ્ચુરાઇઝર અને હાઇડ્રેટ રાખશે.
- Advertisement -
ટામેટા અને ખાંડ
ટામેટાની પેસ્ટમાં એક ચમચી ખાંડ મિક્સ કરો અને તેને ફેસ પર લગાવો. આ ત્વચાને ક્લીન કરશે.
મુલ્તાની માટી ફેસ માસ્ક
ટામેટાના રસમાં મુલ્તાની માટીને સારી રીતે મિક્સ કરો. આ ફેસ માસ્ક કરચલીઓને રોકવામાં મદદ કરે છે.
પપૈયા-ટામેટા ફેસ માસ્ક
પપૈયાને ક્રશ કરીને સરખી માત્રામાં ટામેટાના પ્લપને મિક્સ કરો અને તેને ફેસ પર લગાવો. આ ડેડ સ્કિનને રિમૂવ કરે છે.
ટામેટા- હળદર ફેસ માસ્ક
ટામેટાની પેસ્ટ બનાવી અને તેમાં અડધી ચમચી હળદર મિક્સ કરો, તેને ચહેરા પર લગાવો. આ ટેનિંગની સમસ્યાને દૂર કરે છે.
ટામેટા અને દહીં ફેસ માસ્ક
ક્રશ કરેલા ટામેટાને દહીંમાં મિક્સ કરીને આ મિશ્રણને ફેસ પર લગાવો. આ ફાઇન લાઇન્સને ઘટાડવામાં મદદ કરશે.