કોઇ પણ કંપનીનું નેતૃત્ત્વ કરવા ઉપર પણ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો
પૂર્વ પ્રમુખના વકીલે કોર્ટને આપેલી માહિતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ન્યૂયોર્ક, તા.19
સિવિલ ફ્રોડ કેસની પતાવટ માટે 46.4 કરોડ ડોલરના બોન્ડ ભરવામાં અમેરિકાના પૂર્વ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે મુશ્કેલી પડી રહી છે તેમ તેમના વકીલે ન્યૂ એપલેટ કોર્ટને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જજ આર્થર એન્ગોરોને ફેબુ્રઆરીમાં નાગરિક છેતરપિંડી કેસમાં ટ્રમ્પ અને તેમની કંપનીઓ પર કુલ 46.4 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો હતો. આ આદેશમાં ટ્રમ્પને વ્યાજ ચુકવવા પણ જણાવવામાં આવ્યું હતું.
કોર્ટે ટ્રમ્પને ન્યૂયોર્કની કોઇ પણ કંપનીનું નેતૃત્ત્વ કરવા ઉપર પણ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. તેમના પુત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પને પણ 40 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમના ઉપર પણ બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના જનરલ વકીલ એલન ગાર્ટેનના જણાવ્યા અનુસાર 46.4 કરોડ ડોલરના બોન્ડ મેળવવામાં ટ્રમ્પ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બોન્ડ માટે ટ્રમ્પને તેમની રિયલ એસ્ટેટનો ઉપયોગ કોલેટરલ તરીકે કરવો પડશે. જો કે તેમના વકીલના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રિયલ એસ્ટેટનો કોલેટરલ તરીકે સ્વીકારવા તૈયાર હોય તેવા કોઇ પણ બોન્ડ પ્રોવાઇડરે ટ્રમ્પનો સંપર્ક સાધ્યો નથી.