ભૂવાએ રાજકોટની યુવતીની હત્યાનો ભાંડો ન ફૂટે તે માટે ખેલ્યો હતો ખૂની ખેલ
પડધરી પાસે ઝેર પીવડાવી મોટન ઘાટ ઉતારી દીધા હતા : સાગરીત સકંજામાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકે તેની પ્રેમીકાની હત્યા કરીને શરીરના કટકા કરીને લાશને વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. એ લાશને થોડા દિવસો પહેલાં અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી હતી અને ત્યારે જમીનમાંથી મૃતક યુવતિની ખોપરી સહિતના અવશેષો પોલીસે કબજે કર્યા હતા.આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક તાંત્રિક તથા તેની પત્ની,ભાણેજ સહિત ચાર શખસો સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ પોલીસ દ્રારા થોડા સમય પહેલા તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરી તેની પૂછપરછ દરમ્યાન તેણે 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું જો બાદમાં તાંત્રિકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. તાંત્રિકે કરેલ હત્યાઓ પૈકી એક હત્યા તેની પ્રેમિકા નગમા નામની યુવતીની પણ હતી તેણે શરીરના કટકા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને તેને વાંકાનેર નજીક દાટી દીધા હોવાનું સામે આવ્યું હતું
જેથી અમદાવાદ પોલીસે વાંકાનેર પહોંચી સ્થાનિક પોલીસને સાથે રાખીને વીસીપરા ફાટક પાસેથી સરધારકા તરફ જવાના રસ્તા પર ખોદકામ કર્યુ હતું અને મૃતક યુવતીના અવશેષો પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યા હતા. જેથી પોલીસે કબજે કરી શરીરના પાર્ટસ પીએમ માટે મોકલી દીધેલ હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈચાવડા, તેની પત્ની સોનલ,તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને મૃતક તાંત્રિકનો ભાણેજ શકિતરાજ ભરતભાઈ ચાવડા સહિતના ચારેય સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. પડધરીના રામપર ગામે ધાર્મિક વિધિ કરવાના બહાને કાદર મુકાસમ ઉ.વ.62, ફરીદાબેન મુકાસમ ઉ.59 અને આસિફ ઉ.35 સહિતના ત્રણેયની રીક્ષામાં ઝેરી દવા પીધેલ હાલતમાં લાશ મળી આવતા પડધરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પડધરી પોલીસ મથકના પીઆઈ એસ.એન. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે મે મહિનામાં ખેલાયેલા ખુની ખેલનો ભેદ ઉકેલી પીએસઆઈ એસ.સી.ગોહિલની ફરિયાદ પરથી સિરિયલ કિલર સહિત બે સામે ગુનો નોધી જીગર ગોહિલ સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે.