જાહેર જનતા માટે આરતી સુશોભન સ્પર્ધા – ઈનામ વિતરણ, શ્રીનાથજી ઝાંખી અને ભક્તિ સંધ્યા
વી.એચ.પી, સમસ્ત મુસ્લિમ સમાજ, બ્રહ્માકુમારી, સરગમ ક્લબ સહિત અનેકોનેક ધાર્મિક, સામાજિક, વ્યાપારિક અને ઔધોગિક અગ્રણીઓએ એક સાથે પૂજા – આરતીનો લાભ લીધો
- Advertisement -
ગુજરાતના ઇતિહાસમાં સર્વ પ્રથમ ગણેશ પંડાલમાં મેડ ઈન ઈન્ડિયા નવી સિટ્રોન કારનું લોન્ચિંગ
કાલે સત્યનારાયણ દેવની કથા તથા જાહેર જનતા માટે દાંડીયારાસ સ્પર્ધાનું ભવ્ય આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
ત્રિકોણબાગ કા રાજા ધીમે ધીમે વિસર્જનના પડાવ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજકોટના વિવિધ ધર્મ સંપ્રદાયના અગ્રણીઓ, સામાજિક, વ્યાપારિક અને ઔદ્યોગિક અગ્રણીઓએ એક સાથે માનતાના દેવની પૂજા અર્ચના અને આરતી કરી ધન્યતા અનુભવી હતી. સર્વધર્મ સમભાવને સાર્થક કરતી ત્રિકોણ બાગ કા રાજાની અલૌકિક આરતીએ સોમવારે સાંજે ભક્તિ, શકિત અને આધ્યાત્મિક માહોલ ખડો કર્યો હતો. બહેનો માટે સાંજે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમજ રાજ શક્તિ મહિલા મંડળની મહિલાઓએ દર્શનીય આરતીનો લાભ લીધો હતો. આ તકે ક્ષત્રિય બાળકો દ્વારા બાપાના પંડાલમાં રાજપૂત સમાજના શૌર્યના પ્રતીક એવો તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જે ઉપસ્થિત ભાવિક ભક્તજનોએ અપલક નયને નિહાળ્યો હતો. ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમ કોઈ ગણેશ પંડાલની અંદર નવી કારના લોન્ચિંગનો પ્રસંગ પણ આતશબાજી સાથે ઉજવાયો હતો. આન ગ્રુપ પાસે જેની એજન્સી છે તેવી ફ્રાન્સની સીટ્રોન કંપનીની મેડ ઇન ઇન્ડિયા લા મિશન સીટ્રોન કારનું ભવ્ય લોન્ચિંગ બાપ્પાના સાનિધ્યમાં આયોજક જીમીભાઈ અડવાણીએ કર્યું હતું. ત્યારબાદ મેહુલ રવાણી અને ટીમ દ્વારા હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. ધવલ હિરપરાએ સાઇબર ફ્રોડ અંગે લોક જાગૃતિ અર્થે ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે મંગળવારે જાહેર જનતા માટે આરતી સુશોભન સ્પર્ધા, ઇનામ વિતરણ, ભક્તિ સંધ્યા અને શ્રીનાથજીની ઝાંખીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંગળવારે કરણી સેના ગુજરાતના ઉપપ્રમુખ ડી.વી. રાણા, રાજકોટ જિલ્લા ભાજપના સીમા જોશી, રીના ભોજાણી, સ્મિતા રાખોલીયા, વંદના ફિચડિયા, વર્ષા ખૂંટ, ડેનિશા પટેલ, મનસુખભાઈ રામાણી (જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી) તેમજ મુસ્લિમ સમાજના ગફારબાપુ કાદરી, યુનુસભાઇ જુણેજા, રહીમભાઈ સોરા, હબીબભાઈ કટારીયા, તેમજ વિશ્ર્વ હિન્દુ પરિષદના સાંતુ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સુનિલભાઈ સોની, રાજેશ બુદ્ધભટ્ટી, કંચનબેન સિદ્ધપુરા (પૂર્વ ડેપ્યુટી મેયર રાજકોટ મનપા), ભુપેન્દ્રસિંહ વાઘેલા (આર્ટ ઓફ લિવિંગ), અજય વખારીયા, ફિરોજ ચારણીયા (જનસેવા ટ્રસ્ટ), એડવોકેટ નોટરી ભાસ્કર જસાણી, વાવડીના પૂર્વ સરપંચ દશરથસિંહ જાડેજા, કિશન ઓટોમોબાઇલ્સના ભાવેશ બસંદાણી, સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા, પુજાબા જાડેજા (જેસલરાજ ચેરી. ટ્રસ્ટ), સાગર દોશી (ઉડાન હેલ્થ), ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સાંસદ વિચાર મંચ), દિલીપભાઈ આશવાણી (પૂર્વ કોર્પોરેટર), રામભાઈ બરછા, નટુભાઈ ઝાલા (પૂર્વ ફૌજી), દિપક બામટા, જલારામ યુવા ગ્રુપના યતીન ઉનડકટ, પ્રિન્સેસ સ્કૂલના રવિભાઈ, ઉમેદભાઈ, તથા આર.જે. ઈશિતા, સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ, પીન્ટુભાઈ ખાટડી, કેશવાલા સાહેબ, શૈલેષ હાપલીયા, લવ યુ જિંદગી કલબના પન્ના ઠક્કર, કરીના મોટવાણી, પારુલ લાખાણી, બકુલ પુજારા સોનલ પુજારા તથા શહેર ભાજપ મહિલા મોરચાના પૂજાબેન પટેલ, કિરણબેન વાગડીયા, ઇલાબેન પડિયા, શિલ્પાબેન જાવિયા તેમજ સામાજિક ધાર્મિક અગ્રણી ધર્મેન્દ્રસિંહ ભગત, નીરુભા વાઘેલા, રાજેશભાઈ સિધ્ધપુરા, બ્રહ્માકુમારીના પારુલબેન અને દિવ્યાબેન, રાજકોટ કરણી સેના મહિલા અધ્યક્ષ તથા રાજ શક્તિ મહિલા મંડળના પદ્મિનીબા વાળા, કૃપાલીબા જાડેજા, વંદનાબા ઝાલા, રેખાબા વાઢેર, તૃષાબા ગોહિલ, સહિતના સેંકડો મહાનુભાવોએ ત્રિકોણબાગ કા રાજાના દર્શન, પૂજન આરતી કરીને ધન્યતા અનુભવી હતી. જીમ્મીભાઈ અડવાણી તથા ત્રિકોણબાગ કા રાજાની ટીમે તમામ મહેમાનોનું ફૂલહાર, પુષ્પગુચ્છથી સ્વાગત, અભિવાદન કર્યું હતું.
આજે જાહેર જનતા માટે આરતી સુશોભન સ્પર્ધા – ઈનામ વિતરણ, શ્રીનાથજી ઝાંખી અને ભક્તિ સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે બુધવારે સાંજે 5:30 કલાકે સત્યનારાયણ દેવની કથા અને રાત્રે 8:30 કલાકે જાહેર જનતા માટે દાંડીયારાસ સ્પર્ધા તેમજ સન્માન સમારોહ યોજાશે. જેમાં ભાગ લેવા જીમ્મીભાઈ અડવાણી અને ટીમ ત્રિકોણબાગ કા રાજાએ નગરજનોને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.