રાજકોટ અને સુરતનાં યુવાનોની અનેરી સિધ્ધી: કષ્ટભંજન દેવના આશીર્વાદથી સાળંગપુર ખાતે ધમાકેદાર લૉન્ચિંગ થયું: પ્લેસ્ટોર પર ફ્રીમાં ડાઉનલોડ થશે: મલ્ટી લોગઇન થઇ શકશે: મલ્ટી ડીવાઇસ લોગિન, વોક એન્ડ ટોક, પ્રાઇવેટ ચેટ, નો-સ્ક્રીન શોટ, નો-ઓન લાઇન વિઝીબિલીટી, યુઝર્સના સંપૂર્ણ ડેટાની પ્રાઇવસી જળવાઇ રહે તેવા અનેક આધુનિક ફિચર્સ ધરાવતી એપ્લીકેશન
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કેન્દ્ર સરકારના ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેઇડ ઇન ઇન્ડિયા’થી પ્રેરાઇને રાજકોટ અને સુરતના કેટલાક યુવાનોએ ભારતભરમાં ધૂમ મચાવી દયે તેવી અનોખી અને અદ્ભૂત એપ ‘ટ્રીફટેલ’ લોન્ચ કરી છે જે પ્લેટસ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ થઇ શકે છે. આ અદ્ભૂત એપમાં વ્હોટસએપ – ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે એટલું જ નહિ તેમાં મલ્ટી લોગઇન પણ થઇ શકે છે. 100 ટકા પ્રાઇવસીની સુવિધા પ્રદાન કરનાર ‘ટ્રીફટેલ’ આઇટીની દુનિયામાં સંજીવની બનશે તે ચોક્કસ છે. આ એપ્લીકેશનમાં 6ને બદલે 8 લોકો વિડીયો કોન્ફરન્સ કરી શકશે. આ અદ્ભૂત અને અનોખી એપનું ધમાકેદાર લોન્ચીંગ હનુમાન જયંતિના શુભ પ્રસંગે સાળંગપુર ખાતે વડતાલના ગાદીપતિ રાકેશપ્રસાદ અને સાળંગપુરના વિવેક સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
કષ્ટભંજન આ પ્રસંગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ભાવનગરના યુવરાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. કષ્ટભંજન દેવના આશીર્વાદથી લોન્ચ થયેલ આ એપ્લીકેશન તમામ વર્ગના લોકોને આકર્ષશે તેમાં કોઇ બે મત નથી. હાલ આ એપ્લીકેશન ફ્રીમાં ઉપલબ્ધ છે. આ એપનું નિર્માણ કરનાર જીગર નંદાભાઇ પરસાણા, બિનય બાલુભાઇ પરસાણા તથા હાર્દિક જયંતિભાઇ પરસાણાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ ફોન યુઝર્સ માટે આનંદના સમાચાર આવ્યા છે. તમારા ડેટા હવે તમારા હાથમાં સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે અનેક નવા ફિચર્સ સાથેની ટ્રીફટેલ એપ્લીકેશન લોંચ થઈ છે. જે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મમાં ખુબ મોટી ક્રાંતિ લાવશે.
ડેટા કેમ સુરક્ષિત રહેશે? તે અંગે માહિતી આપતા કંપની એ જણાવ્યું કે યોર ડેટા ઇન યોર હેન્ડસ સૂત્રને કંપની અનુસરે છે. નો ડેટા સ્ટોર ઓન સર્વર ફિચરના સૂત્ર સાથે કંપનીએ ટ્રીફટેલ એપ્લીકેશનની ડીઝાઇન તૈયાર કરી છે. જે તમને પ્રાઇવેટ ચેટનો વિકલ્પ આપે છે. વપરાશકર્તા ચેટ કર્યા બાદ તેને પીનથી લોક (પ્રોટેક્ટ) કરી શકશે. તેમજ વપરાશકર્તા એક વખત ચેટને ડીલીટ કરી નાખશે તો તેને સર્વર પરથી પણ મેળવી શકાશે નહિ. કંપની યુઝર્સનો ચેટનો ડેટા કોઇ પ્રકારનો સર્વર પર સ્ટોર કરશે નહિ.
- Advertisement -
આ મહત્વના ફિચરથી ટ્રીફટેલ એપ્લીકેશન લોકોમાં ભારે લોકપ્રિય બનશે તેવી ખાત્રી છે. 21 મી સદીમાં સ્માર્ટ ફોન અને સ્માર્ટ એપ્લીકેશનનો વપરાશકર્તા સૌ પ્રથમ તો પોતાનો ડેટા કેવી રીતે સિક્યોર કરવો, ચેટને પ્રાઇવેટ રાખવી, ચેટને પીનથી પ્રોટેક્ટ રાખવી, ચેટ વખતે વ્યક્તિની વીઝીબીલીટી ઓફ રાખવી સહિતની સુવિધાઓ ઇચ્છે છે. યુઝર્સની આ તમામ જરૂરિયાત ટ્રીફટેલ એપ્લીકેશન પુર્ણ કરે છે.


