આવતીકાલ ગણેશ ચતુર્થીથી દેશની સંસદ નવા ભવનમાં બિરાજશે અને આજથી સંસદનું જે પાંચ દિવસનું ખાસ સત્ર શરૂ થયુ છે તેની આસપાસ રાજકીય અને ધારાકીય સસ્પેન્સ તો છે જ પણ ગઈકાલે એક ખાસ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ તથા રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડના હસ્તે નવા ભવન પર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો.
#WATCH | Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar hoists the national flag at Gaj Dwar, the New Building of Parliament. pic.twitter.com/dwlGNDfjGq
- Advertisement -
— ANI (@ANI) September 17, 2023
તેઓએ ખાસ એક ‘બટન’ દબાવીને સંસદ ભવનના ‘ગજદ્વાર’ના મથાળે ખાસ મુકવામાં આવેલા પોલ પર તિરંગો લહેરાવ્યો જે સમારોહમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર હતા અને કેન્દ્રીય મંત્રીઓ તથા વિપક્ષના નેતાઓ પણ હાજર હતા તે સાથે જ હવે આવતીકાલથી નવા ભવનમાં દેશની લોકશહીના મંદિર સમાન સંસદની કાર્યવાહી થશે.
- Advertisement -
Rajya Sabha Chairman hoists national flag at new Parliament building
Read @ANI Story | https://t.co/A6X4lX0mxp#JagdeepDhankhar #ParliamentBuilding #specialsession pic.twitter.com/bK12LZAGVN
— ANI Digital (@ani_digital) September 17, 2023
આ ભવનનો શિલાન્યાસ તથા લોકાર્પણ બન્ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ થયું હતું અને હવે તે કાલે આ ગૃહમાં હાથમાં બંધારણની પ્રત લઈને પ્રવેશ કરશે.