જૂનાગઢ સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોષીના માર્ગદર્શન મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી ઘટનામાં નાના નિર્દોષ બાળકો થી લઈ વડીલોના જે કરૂણ મોત થયા છે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી પાર્થ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને ગાયત્રી મંદિર ખાતે રાખવામાંઆવેલ હતો તેમાં જુનાગઢ જીલ્લાના પ્રમુખ વૈશાલીબેન રાઠોડ જિલ્લા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા જિલ્લા હોદ્દેદાર જીતેન્દ્રભાઈ જાની જીતેન્દ્રભાઈ નેમીજી શહેર પ્રમુખ નયનાબેન કોટડીયા શહેર ઉપપ્રમુખ વંદનાબેન કરેલિયા, શહેર સેક્રેટરી કિરણબેન સોલંકી ઓનલી ઇન્ડિયન સહિત તમામ હોદેદારો અને સભ્યો એ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને હવેના સમયમાં આવું ન બને સાથે મૃત્યુ પામેલ લોકોના પરિવારને આ દુ:ખ સહન કરવા હિંમત મળે અને ઇજા પામેલ લોકો જલ્દી થી સ્વસ્થ થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરવામાં આવેલ હતી જુનાગઢમાં આવી ઘટનાન બને તે માટે જરૂરી કાર્ય પણ જુનાગઢ ટીમ દ્વારા કરવામાં આવશે તેવું પણ સમિતિના તમામ દ્વારા નક્કી આવ્યું હતું.
જૂનાગઢ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ
Follow US
Find US on Social Medias