અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને પોલીસ હેડ કવાર્ટરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર પો.કમી.મહેન્દ્ર બગડીયાની રાહબરી હેઠળ નાયબ પો.કમી.ટ્રાફિક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને છઝઘ દ્વારા પોલીસ હેડક્વાર્ટર, વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્વજનોની હાજરીમાં વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ દિવસનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે ટ્રાફિક શાખાના મદદનીશ પો.કમી. જે.બી.ગઢવી તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી. ગઢવી, આઈ.એન.સાવલિયા, એસ.આર. મેઘાણી, એસ.એન.રાઠોડ તથા આર.ટી.ઓ ઇન્સપેકટર ખપેડ નિવૃત આર.ટી.ઓ.ઇન્સપેક્ટર શાહ તથા ટ્રાફિક શાખાના તમામ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા બ્રહ્માકુમારી સંસ્થાના રેખાદીદી તથા 108 ની ટીમ હાજર રહ્યા અને ઉપરોક્ત તમામ લોકોની હાજરીમાં રોડ અક્માતમાં મૃત્યુ પામેલા લોકોને 02 મિનિટનુ મૌન પાળી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
તેમજ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને હિટ એન્ડ રન સ્કિમ તેમજ ગુડ સમરીટન સ્કિમ વાઈઝ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ રોડ અસ્માતના બનાવો ઓછા કરવા માટે ટ્રાફિક નિયમનું પાલન કરવા સમજ કરવામાં આવી હતી.