ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનનું રણશિંગુ ફૂંકાયું
આવતીકાલે સુરતના ઉમરપાડા ખાતે બોગસ આદિવાસી સર્ટિફિકેટ મુદ્દે ’બોગસ આદિવાસી હટાવો સમિતિ’ દ્વારા આંદોલન કરાશે.
- Advertisement -
સુરતમાં સરકાર સામે વધુ એક આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે. બોગસ આદિવાસી સર્ટિફિકેટ મુદ્દે ’બોગસ આદિવાસી હટાવો સમિતિ’ દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. જેના દ્વારા તબક્કાવાર સમિતિ દ્વારા કાર્યક્રમો રાખવામાં આવશે. જેમાં ધરણાં, સરકારી કાર્યક્રમનો બહિષ્કાર તેમજ કચેરી ઘેરાવના કાર્યક્રમ રખાશે. આ અંગે આવતીકાલે સુરતના ઉમરપાડા ખાતે આદિવાસી સમાજના લોકો વિરોધ કરશે.
સરકારી સહાય અને લાભ મેળવવામાં કઈ અડચણો ઊભી થઇ રહી છે?
– 893 પરિવારો પાસે જાતિ પ્રમાણપત્ર ન હોવાને કારણે અડચણ
– સરકારી નોકરી મેળવવામાં અનામતનો લાભ નથી મળતો
– અભ્યાસ માટે મળતી વિવિધ શૈક્ષણિક સહાય મળવામાં મુશકેલી
– આદિજાતિ ખેડૂતોને અપાતી વિવિધ સરકારી યોજનાના લાભમાં અસર
– મૂળ આદિવાસી હોવા છતાં પોતાના હકના લાભોથી વંચિત રહે છે
જાતિ પ્રમાણપત્રમાં ક્યાં આવી સમસ્યા?
– વર્ષ 1956માં સરકારે ગેઝેટ બહાર પાડી આદિવાસીઓની નોંધણી શરૂ કરી હતી
– 1961માં કલમ 73અ દાખલ કરી બાકી રહી ગયેલાના નોંધણીની શરૂઆત
– 1981માં 73 અઅ હેઠળ નોંધણી કરવાની શરૂઆત કરી હતી
– 73 અઅમાં નોંધણી નહીં કરાવનારાને હવે નથી મળતું પ્રમાણપત્ર
– નોંધણી કરાવવામાં બાકી રહેલા પરિવારનો હજૂ નથી લેવાયો નિર્ણય
– 893 આદિવાસી પરિવારો પ્રમાણપત્રથી રહ્યા વંચિત
– પ્રમાણપત્ર નહીં મળવાથી મૂળ આદિવાસી પરિવાર સહાયથી વંચિત
– 2019થી આદિવાસીઓએ પ્રમાણપત્ર મેળવવા શરૂઆત કરી