દર વર્ષ ભારતમાં ડેન્ગ્યુ અલગ- અલગ વિસ્તારોમાં કહેર મચાવી રહ્યો છે. આ વર્ષ પણ ડેન્ગ્યુના કેટલાય કેસો સામે આવ્યા છએ, આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા.
મળેલા સમાચારા મુજબ, ભારતમાં જલ્દી જ ડેન્ગ્યુની વેકસીન મળી શકશે. આના ફર્સ્ટ ટ્રાયલ માટે ઇમ્યૂનોલોજિકલ્સ લિમિટેડ (IIL)ને પણ મંજૂરી મળી ગઇ છે. જો આ ટ્રાયલ સફળ રહે તો એક મોટી સફળતા મળી શકે છે.
- Advertisement -
ડેન્ગ્યુની વેકસીનના ફેઝ-1ના ટ્રાયલ માટે મળી મંજુરી
ગ્રેટર નોયડામાં વર્લ્ડ ડેયરી સમિટના કાર્યક્રમમાં IILના પ્રબંધ નિદર્શક ડો. આનંદ કુમારએ જણાવ્યું કે, અમે હવે ડેન્ગ્યુની રસીના ફેઝ-1ના ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. અમને કાલે જ અનુમતિ મળી છે. અત્યાર સુધી ભારતમાં ડેન્ગયુની કોઇ વેકસીન હાજર નહોતી. આ ટ્રાયલ જો સફળ રહેશે તો મોટી સફળતા મળશે. અમે બધા પ્રાણીઓ પર તેનું ટ્રાયલ પૂર્ણ કર્યું છે. હવે અમને માણસો પર પરિક્ષણ કરવાની મંજૂરી મળી ગઇ છે. આ વેકસીનનું પહેલું ટ્રાયલ જલ્દી જ શરૂ થશે, જેના માટે કેટલાક કેન્દ્રોની મંજૂરી મળી ગઇ છે. અમને આશા છે કે, હવેના બે વર્ષમાં વેકસીન મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, ધ ઇન્ડિયન ઇમ્યૂનોલોજિકલ્સ લિમિટેડના અમેરિકામાં આવેલ નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ(NIH)ના સહયોગથી આ વેકસીન વિકસાવવામાં આવી છે.
બે બીજી વેક્સીન પણ ટ્રાયલમાં
આ સિવાય પૈનેશિયા બાયોટેક લિમિટેડ અને સનોફી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ ડેન્ગ્યૂની વેક્સીન પર કામ કરવામાં આવી રહ્યું છએ. પૈનેશિયા બાયોટેક લિમિટેડને ફેઝ-1 અને ફેઝ-2ના ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે. સનોફી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની વેકસીનનું ટ્રાયલ પણ જલ્દી જ ભારતમાં પૂરૂ થશે.