ખાસ-ખબર સંવાદદાતા
ક્રાઇસ્ટ કેમ્પસ, રાજકોટ છેલ્લા 25 વર્ષથી સૌરાષ્ટ્ર કચ્છના વિદ્યાર્થીઓ માટે અવિરત રીતે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. છેલ્લા ઘણા વર્ષથી વિદ્યાર્થીઓમા રહેલ ટેલેન્ટ અને સ્કિલને પ્રોત્સાહન આપવા ક્રાઇસ્ટ કેમ્પસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ શહેરો ખાતે વિદ્યાર્થી માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ક્રાઇસ્ટ કેમ્પસ દ્વારા ટ્રેનડી ટીન્સ – મેટવર્સ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું.વેરાવળની સેન્ટ મેરી હાઇસ્કૂલ ખાતે ક્રાઇસ્ટ કેમ્પસ રાજકોટ દ્વારા ટ્રેન્ડી ટીન્સ મેટાવર્સ 2023નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3 સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે જેમ કે બેસ્ટ ડાનસિંગ સ્ટાર, સિંગલ અને ગ્રુપ, સિંગિંગ આઇડોલ, સિંગલ અને ગ્રુપ અને શ્રેષ્ઠ વક્તા વર્ણન.વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ફિશ એક્સપોર્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ કેની થોમસ,આચાર્ય ફાધર બિજુ સબેસ્ટિયન સહિતનાઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.
વેરાવળમાં ટ્રેન્ડી ટીન્સ મેટાવર્સ 2023નું સફળ આયોજન કરવામાં આવ્યું
