સ્થાનિક હોટેલનાં ભાડા કરતાં વિદેશ પ્રવાસ સસ્તો થતાં ભારતીય પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય સ્થળોને પસંદ કરતાં થયાં
ભારતીય લોકો બાકુ, વિયેતનામ અને દુબઈ જેવાં સ્થળો પર જઈ રહ્યાં છે. લોકપ્રિય ભારતીય પ્રવાસન સ્થળોની સરખામણીમાં વિદેશ પ્રવાસ સસ્તાં વિકલ્પો ઓફર કરે છે, જેમાં સસ્તાં હવાઈ ભાડાં, હળવા વિઝા નિયમો અને દક્ષિણપૂર્વ એશિયાનાં દેશોમાં વધેલાં ફ્લાઇટ રૂટને કારણે ભારતીયો હવે આતંરરાષ્ટ્રીય પ્રવાસને વધુ પ્રાધાન્ય આપવામાં લાગ્યાં છે.
બાકુમાં બે પુખ્ત વયનાં લોકો અને એક બાળક માટે ચાર દિવસ માટે 58000 માં હોટેલ મળી રહી છે “તેનાથી વિપરીત, કોવલમ, ઉદયપુર અને ઋષિકેશમાં હોટલોનું ભાડું વધારે છે. વારાણસી જેવાં ઘણાં લોકપ્રિય સ્થળો પર ક્રિસમસ અને નવાં વર્ષનાં સમયગાળા માટેનાં દરો વિયેતનામના ડાનાંગ જેવાં આંતરરાષ્ટ્રીય સ્થાનો કરતાં ઘણાં વધારે છે, જેથી ઘણાં લોકો વિદેશ જવા માટે પ્રેરિત થયાં છે. ઇક્સિગોના સીઇઓએ જણાવ્યું કે “આ તહેવારોની સિઝનમાં આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારો જોવા મળ્યો હતો, ખાસ કરીને થાઈલેન્ડ, જ્યોર્જિયા, બાલી, વિયેતનામ અને સિંગાપોર જેવાં સ્થળો માટે ફ્લાઇટ બુકિંગમાં 70-80 ટકાનો વધારો થયો હતો,” તેમણે કહ્યું કે પરવડે તેવાં ભાડાં અને બજેટ અનુરૂપ રોકાણને કારણે, ભારતીય પ્રવાસીઓ હવે વિયેતનામ અને દુબઈ જેવાં આંતરરાષ્ટ્રીય સ્થળોનો આનંદ ઘરેલુ ટ્રિપ્સ કરતાં પણ ઓછા ભાવે માણી શકે છે આ મહિના માટે સરેરાશ વન-વે ભાડાં કોલકાતા-શ્રીનગર કરતાં કોલકાતા-બેંગકોક માટે સસ્તાં છે, અને લગભગ દિલ્હી-હો ચી મિન્હ અને દિલ્હી-ગોવા માટે સમાન છે
- Advertisement -
વધુ ફ્લાઇટ રૂટ :-
મુંબઈ થી દુબઈ અને અબુ ધાબીની ફ્લાઈટ્સ મુન્નાર કોચીન એરપોર્ટ કરતાં લગભગ 8 ટકા ઓછી છે, એમ થોમસ કૂક વૈશ્વિક બિઝનેસ ટ્રાવેલના પ્રમુખ અને ગ્રુપ હેડ ઈન્દિવર રસ્તોગીએ જણાવ્યું હતું. એ જ રીતે, બેંગલુરુથી દુબઈ અને અબુ ધાબીની ફ્લાઈટ્સ જેસલમેર કરતાં 12 ટકા ઓછી છે.થોમસ કૂક ઈન્ડિયા અને ટ્રાવેલ ડેટા અનુસાર વર્ષનાં અંતના સમયગાળામાં, સુપર-પીક સિઝનમાં, 4 દિવસ માટે પેકેજ દર આંદામાન માટે 57,604 છે જ્યારે વિયેતનામ માટે 28308 છે. આમાં હોટલ, જોવાલાયક સ્થળો અને નાસ્તો બધું જ આવરી લેવામાં આવે છે.દક્ષિણપૂર્વ એશિયાનાં દેશો જેમ કે થાઈલેન્ડ અને વિયેતનામમાં ભારતીયો માટે વિઝા નિયમો હળવા કર્યા બાદ ટ્રાફિકમાં વધારો થયો છે. સ્થાનિક એરલાઇન એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે આ પ્રદેશોનાં ભાડાં વધુ ઘટશે કારણ કે આ દેશો ભારત સાથે હવાઈ સેવા કરારને ઉદાર બનાવી રહ્યાં છે.
આ મહિનાની શરૂઆતમાં, ભારત અને વિયેતનામએ સુધારેલી હવાઈ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતાં જે બંનેનાં કેરિયર્સને 28 નવેમ્બરથી દર અઠવાડિયે 42 ફ્લાઇટ્સ વધારવાની મંજૂરી આપશે. માર્ચમાં, ભારત અને થાઈલેન્ડ સમાન સુધારા માટે સંમત થયાં હતાં, જેનાથી એરલાઈન્સને દર અઠવાડિયે 14000 સીટોની ક્ષમતા વધારવાની અને નવાં સ્થળો સાથે જોડાવા માટે પરવાનગી આપવામાં આવી હતી. થાઈલેન્ડ ભારતીય કેરિયર્સ માટે ચાર નવાં પોઈન્ટ ઓફ કોલ ખોલવા માટે સંમત થયું છે.
‘વિયેતનામ કેરિયર્સ ભારતીય શહેરો-દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા માટે વધુ ફ્લાઇટ્સ શરૂ કરવામાં અસમર્થ હતાં કારણ કે વિયેતનામ એરલાઇન્સ અને વિયેટજેટ દ્વારા દર અઠવાડિયે 14 ફ્લાઇટ્સ ચલાવવાના અધિકારો સમાપ્ત થઈ ગયાં હતાં. નવા કરાર સાથે, ટૂંક સમયમાં ફ્લાઇટ્સ શરૂ થશે. ભારતીય કેરિયર્સ પણ નવાં સ્થળો માટે ફ્લાઇટ શરૂ કરી રહી છે. ઇન્ડિગોએ તાજેતરમાં મલેશિયામાં લંગકાવી માટે ઉડાન ભરવાનું શરૂ કર્યું છે. તે ટૂંક સમયમાં પેનાંગ માટે ફ્લાઈટ્સ શરૂ કરશે જ્યારે એર ઈન્ડિયા ઈન્ડોનેશિયામાં જકાર્તા માટે ફ્લાઈટ્સ શરૂ કરે તેવી શક્યતા છે.