સ્થાનિક શેરબજારમાં સતત નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે સેન્સેક્સ 67,000ના મહત્વના સ્તરની નજીક પહોંચી ગયો છે અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યો છે.
મંગળવારે ખુલતાની સાથે જ શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 67 હજારની નજીક ખુલ્યો હતો, તો નિફ્ટી પણ લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 19,750ને પાર કરી ગયો હતો. આ જબરદસ્ત ઓપનિંગ સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આજે જે શેરબજારમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી તેમાં બેન્કિંગ સેક્ટર મોખરે હતું. એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ, આઇસીઆઇસીઆઇ બેન્ક, વિપ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સવારે ઊંચું ખૂલ્યા હતા.
- Advertisement -
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ
શેરબજારની આજની શરૂઆતે BSEનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 239.03 પોઈન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 66,828.96 ના સ્તરે ખૂલ્યો હતો. જે તેની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટી છે. આ સિવાય એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 76.05 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 19,787.50 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. આ પણ તેનો નવો રેકોર્ડ છે.
Sensex, Nifty hit fresh record high levels in early trade
- Advertisement -
— Press Trust of India (@PTI_News) July 18, 2023
સેન્સેક્સ અને નિફ્ટી શેરની સ્થિતિ
સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે અને 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSE નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરોમાં વધારો અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્ક શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બાકીના સેક્ટોરલ ઈન્ડેક્સ ફાસ્ટ ટ્રેક પર ટ્રેડ થઈ રહ્યા છે. ખાનગી બેંકોમાં મહત્તમ 0.80 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને બેંક નિફ્ટીમાં 0.78 ટકાનો ઉછાળો આવ્યો છે. ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.67 ટકા અને રિયલ્ટી શેર્સમાં 0.45 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
આ શેરોમાં તેજી જોવા મળી
સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેક ટોપ ગેઇનર છે અને તે લગભગ એક ટકા ઊછળ્યો છે. તેની સાથે એક્સિસ બેંક, HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસીસ, HUL, પાવરગ્રીડ, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, કોટક બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, L&T, NTPC, ITC, HCL ટેક અને બજાજ ફિનસર્વમાં જોરદાર ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
આ શેરોમાં ઘટાડો જોવા મળ્યો
ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ટાઇટન, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCS, ટાટા સ્ટીલ, સન ફાર્મા, JSW સ્ટીલ, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, SBI, M&M ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.