માત્ર ટોલટેક્સ જ ન ઉઘરાવે, હાઇવેનાં કામ પણ કરે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢથી કેશોદ જતા નેશનલ હાઇવે ઉપર વૃક્ષોની ડાળીઓ અડચણરૂપ બની છે. પરિણામે અકસ્માત થવાની સંભાવનાં છે.
- Advertisement -
નેશનલ હાઇવે ઓથોરેટી માત્ર ટોલટેકસ જ ન ઉઘરાવે કામગીરી પણ કરે તેવી માંગ ઉઠી છે.
આ અંગે હમીરભાઇ રામે જણાવ્યું હતું કે,જૂનાગઢથી કેશોદ જતા નેશનલ હાઇવે ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષો અને બાવળ મોટા થઇ ગયા છે. તેની ડાળીઓ રોડ ઉપર આવી ગઇ છે.
જેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે.મોટો અકસ્માત થયા તે પહેલા ડાળીઓ દુર કરવી જોઇએ. તંત્ર દ્વારા માત્ર ટોલટેકસ જ ઉઘરાવવામાં આવે છે. પરંતુ કામગીરી પણ કરવાની જરૂરી છે. લોકોને સુવિધા આપવામાં આવે તેવી માંગ છે.