ખાસ-ખબર સંવાદદાતા
બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં તા.14/06/2023નાં રોજ 150 ફુટ રીંગ રોડ પુનિતનગરથી ગોંડલ ચોકડી વચ્ચે વિશ્વકર્મા સોસાયટી શેરી નં.5મા આવેલા એક મકાનની છઈઈ દીવાલ પર ભારે પવનના કારણે ઉડીને બાજુના શેડ તથા મકાન પર પડતા ચીફ ફાયર ઓફીસર અને ડે.ચીફ ફાયર ઓફીસર તથા મવડી ફાયર સ્ટેશનની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આશરે 15 થી 20 ફુટ ઉપરના ભાગે પાઇપીંગમાં પતરા ફીટ કરેલા સળંગ લાંબા શેડ આશરે 1 કલાકની મહેનત બાદ પતરા દૂર કરી નીચે ઉતારવામાં આવ્યા હતા.
તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમા 35 જગ્યાએ જે તે વિસ્તારના સ્ટેશન ઓફીસરની ટીમ દ્વારા પડી ગયેલા વૃક્ષોને ખસેડી માર્ગ ખુલ્લા કરવામા આવ્યા હતા. આ કામગીરી ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ઉપરોકત કામગીરી કરવામા આવી હતી