રાજકોટના જુના ફેમેલી કોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં આજે અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. ઘટનાની સાથે જ કચેરી પરિસરમાં એક ક્ષણ માટે ભયનો માહોલ સર્જાયો હતો.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરિસરમાં ઉભેલા કેટલાક વાહનોને આંશિક નુકસાન થવાની આશંકા છે.નગરપાલિકા તંત્રના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કચેરી કેમ્પસમાં ઘણા જુના વૃક્ષો છે, જે જોખમરૂપ બની શકે છે. તંત્ર દ્વારા આવા જુના વૃક્ષોની તાત્કાલિક તપાસ કરી સુરક્ષા પગલા લેવાની જરૂર છે.
Follow US
Find US on Social Medias