ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રકાશ પર્વ દિપાવલીના તહેવારના આડે હવે માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજયના મહેસુલ વિભાગે રાજકોટ શહેર જિલ્લાના 6 સહિત રાજયના 86 મામલતદારોની બદલીનો ઘાણવો કાઢયો છે. તેની સાથોસાથ 108 જેટલા નાયબ મામલતદાર કે જેઓ લાંબા સમયથી પ્રમોશનની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેઓની બઢતીના ઓર્ડરો પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. રાજયના 86 મામલતદારોની સામુહિક બદલીના ઓર્ડરો ઇસ્યુ કરાયા છે તેમાં રાજકોટ પશ્ર્ચિમ વિભાગના મામલતદાર તરીકે ફરજ બજાવતા મહેશ શુકલાની માણાવદરના મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. આવી જ રીતે પડધરી મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમાને ધારી તાલુકા મામલતદારની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે જામકંડોરણા મામલતદાર તરીકે ફરજ બજાવતા કે.બી.સાંગાણીને લીલીયા, લોધીકા તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર ભાડને ગાંધીનગર રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં મુકવામાં આવેલ છે. તેમજ ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણીની બદલી કરી તેઓને મોરબી રૂરલના મામલતદારની જવાબદારી સોંપવામાં આવી છે. ધોરાજીના મામલતદાર અલ્પેશ જોષીની બદલી કરી તેઓને વડોદરા શહેર મામલતદાર તરીકે પોસ્ટીંગ આપવામાં આવેલ છે. આ ઉપરાંત માંગરોળના રાજેશ પરમારની અમદાવાદ, પાલીતાણાના કમલેશ વાણંદની અમદાવાદ, લીલીયા મામલતદાર જેરામભાઇ દેસાઇની આરટીઓ રીકવરી મામલતદાર અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.જયારે ઉમરાળાના મામલતદાર પ્રશાંતકુમાર ભીંડીની બગસરા, ધ્રાંગધ્રા તાલુકા મામલતદાર મહેશ ગોહેલની વડીયા (અમરેલી), ગઢડા મામલતદાર સી.એ.રાવલની આણંદ, મેંદરડા મામલતદાર કિશન ચંદાલીયાને ભાવનગર, ચોટીલા મામલતદાર વસંતકુમાર પટેલની કાકરેજ, ભાવનગર સીટી મામલતદાર વિજયકુમાર ભારાઇની દાહોદ, વાંકાનેર મામલતદાર યુ.વી.કાનાણીની કલોલ, ધ્રોલ મામલતદાર કુમારી ટી.બી.ત્રિવેદીની કાલાવડ, માણાવદર મામલતદાર કે.જે.મારૂની જામનગર, પ્રોટોકોલ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વંથલીના મામલતદાર અશોક ગોહેલની માતર (ખેડા), વડીયા મામલતદાર મનહરસિંહ સોલંકીની પીઆરઓ ખેડા, મોરબી જિલ્લામાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા જે.એસ.સિંધીની ગાંધીધામ કચ્છ, તળાજા મામલતદાર આશીષ બખલકીયાને રાપર કચ્છ મુકવામાં આવેલ છે. જયારે એસ.ઓ.યુ. નર્મદા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ કોટકપરાને જામકંડોરણા, લાલપુર મામલતદાર કેતન ચાવડાને રાજકોટ ઇલેકશન વિભાગમાં, બાબરા મામલતદાર જે.ડી.જાડેજાને રાજકોટ, મોરબી રૂરલ મામલતદાર નિખિલ મહેતાને પીઆરઓ તરીકે તેમજ ટંકારા મામલતદાર કેતન સખીયાને પડધરી સહિતના 86 મામલતદારોની બદલીનો ઓર્ડરો ઇસ્યુ કરી લીધા છે. દિપાવલી પૂર્વે જ મહેસુલ વિભાગ બદલીનો ધાણવો કાઢતા અધિકારીઓમાં કચવાટ જાગેલ છે. રાજયના 86 મામલતદારોની બદલીની સાથોસાથ મહેસુલ વિભાગ દ્વારા હંગામી ધોરણે 108 જેટલા કર્મચારીઓને મામલતદાર સંવર્ગ-2માં બઢતીના હુકમો પણ ઇસ્યુ કરતા બઢતી મેળવનાર આ કર્મચારીઓમાં હર્ષની લાગણી ફરી વળી છે. જેમાં ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા અજીતકુમાર જોષીને બઢતી આપી તેઓને રાજકોટ પશ્ર્ચિમ વિભાગના મામલતદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
- Advertisement -
18 નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ડેપ્યુટી કલેકટરોની બદલી
રાજયના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) પર એકની જગ્યા પર ફરજ બજાવતા 18 જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ડેપ્યુટી કલેકટરોના બદલીના ઓર્ડરો ઇસ્યુ કરી દેવાયા છે. જેમાં અરવલ્લીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.એચ.કાપડીયા, અમરેલી જિલ્લા પંચાયતના દિપા કોટક, ભાવનગર જિલ્લા પંચાયતના રણજીતભાઇ કટારીયા, ગીર સોમનાથના નાયબ ચૂંટણી અધિકારી પી.એસ.બારૈયા, અમરેલીના નાયબ કલેકટર પુજા જોટાણીયા, પોરબંદરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંકકુમાર ગલચર, મોરબી જિલ્લા પુરવઠા અધિકારી સંદિપકુમાર વર્મા અને મોરબીના ડેપ્યુટી કલેકટર સુબોધકુમાર દુદકીયાની પણ બદલી કરવામાં આવી છે.