બે વર્ષથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો બદલ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકર પ્રભવ જોશી દ્વારા દિવાળી પહેલા નાયબ મામલતારોને બદલી કરવામાં આવી છે. એક સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે.
- Advertisement -
એક જ જગ્યાએ બે વર્ષથી પણ વધુ સમય રહેલા નાયબ મામલતારોની બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ગઈકાલે 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડેલી જગ્યા ઉપર બદલી કરવામાં આવી છે તેમજ અન્ય તે મહેસુલ પુરવઠા દબાણ સહિતની જગ્યાઓ બે વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલેદારોની બદલી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે ત્યારે દિવાળી પહેલા બદલી કરવામાં આવતા જ નાયબ મામલતારોને દિવાળી પણ બગડી છે.
આગામી દિવસોમાં નાયબ મામલતદારોના પ્રમોશન પણ આવી શકે છે અને રાજકોટ જિલ્લાના છ જેટલા નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેવી શક્યતાઓ છે. તે પહેલા કલેકટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે.
કલેકટરો સાથે રેવન્યુ સચિવની રેવ્યૂ બેઠક
રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ અને દબાણો અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ વિવિધ કલેકટરો અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અંગેની પણ માહિતીઓ કલેકટર પાસેથી રેવન્યુ સચિવએ મેળવી હતી.