ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં નારિયેળ વિકાસ બોર્ડની કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સયુંકત ઉપક્રમે જિલ્લામાં પ્રથમ વખત 6 દિવસીય કોકોનેટ હેન્ડીક્રાફ્ટ બેઝિક ટ્રેનિંગ પ્રોગ્રામનું તા.23 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.
નારિયેળ વિકાસ બોર્ડની ઓફિસ-બહુમાળી ભવન ખાતે આયોજિત આ તાલીમમાં ગ્રામીણ અને શહેરની મહિલા સ્વ-સહાય જૂથના કુલ 15 બહેનોને 6 દિવસ સુધી તાલીમ મેળવી સૂકા નારિયેળની કાચલી (ખોપરા)માંથી વેસ્ટમાંથી બેસ્ટ અવનવી પ્રોડક્ટ જેમાં પૂજાપાઠની વસ્તુઓ, હોમ ડેકોરેશન, પેન બોક્સ, કાર્ડ બોક્સ, મોબાઈલ સ્ટેન્ડ, કપ, જાર, ફુલદાની, સાબુ સ્ટેન્ડ, આઈસ્ક્રીમ કપ સહિતની અનેક ઈકો ફ્રેન્ડલી-પ્રાકૃતિક વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી.આ 6 દિવસીય તાલીમમાં જૂનાગઢ જિલ્લાની 15 બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બિહારથી હેન્ડીક્રાફ્ટ એક્સપર્ટ ટ્રેનર નિકુંજ બિહારી પાસેથી નાળિયેરની કાચળીમાંથી અનેકવિધ હસ્તશિલ્પની વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી.
બહેનોને વેસ્ટ નારિયેળમાંથી હોમ ડકોરેશન, કપ જેવી ઈકો ફ્રેન્ડલી વસ્તુઓની તાલીમ
