ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર આયોજીત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.21 થી 30 ડિસેમ્બર દરમિયાન જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વેટનીરી કોલેજ જુનાગઢ ના 30, ફાયર સેફટી એકેડમી ભરુચ ના 23 તથા વ્યક્તિગત 7 સહીત કુલ 60 તાલીમાર્થીઓ એ ભાગ લીધો. ખાસ આ તાલીમ દરમિયાન બોરદેવી આજુબાજુના જંગલ વિસ્તારની સાફ સફાઈ વન વિભાગ સાથે રહી કરવામાં આવી હતી.
જૂનાગઢ ખડક ચઢાણ તાલિમ સાથે ગિરનાર જંગલમાં સફાઈ અભિયાન કરતા તાલિમાર્થીઓ
