ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગરની તાજેતરમાં સીધી ભરતીથી મોરબી જીલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગના કર્મચારીઓને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી મોરબી જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ જીલ્લા વિકાસ અધિકારી (મહેકમ) એન.ડી. કુગસીયા દ્વારા જીલ્લા પંચાયત-મોરબી ખાતે તા. 08/11/2023 અને તા. 09/11/2023 ના રોજ બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમના પ્રથમ દિવસે તલાટી કમ મંત્રીના કાર્યો અને ફરજો, પંચાયત ધારો 1993 ની ગ્રામ પંચાયત લેવલે ઉપયોગી કલમોની જાણકારી, નાણાકીય ઔચિત્યતાના નિયમો, સરકારની વિવિઘ યોજનાઓ જેવી કે ઙખઅઢ, મનરેગા, સ્વચ્છ ભારત, 15 મું નાણાપંચ, આયોજનના કામો, ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો, ઈ-ગ્રામ, ગ્રામ સ્વરાજ પોર્ટલ તેમજ ત્રિ-સ્તરીય પંચાયતની રચના અને કાર્યો તેમજ ગ્રામ, તાલુકા, જિલ્લાની સમિતિની રચના અને કાર્યો વિશે જિલ્લા પંચાયતના વરિષ્ઠ અધિકારી તેમજ વિષય નિષ્ણાંત તાલુકા વિકાસ અઘિકારીઓ અને અનુભવી કર્મચારી અને તલાટી કમ મંત્રી દ્રારા આ તાલીમ આપવામાં
આવી હતી.