થોડા દિવસ પહેલા આ ડોક્યુ સીરિઝનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેની સાથે જણાવવામાં આવ્યું હતું કે, તેમની આ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની ફોલોઅપની કહાની છે.
કાશ્મીરી પંડિતોના નરસંહારની કહાની બાબતે નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી ફરી એકવાર પરત ફર્યા છે. વિવેક રંજન અગ્નિહોત્રી ડોક્યુ સીરિઝ સાથે પરત ફર્યા છે, જેનું નામ ‘ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’ છે. આ સીરિઝ Zee5 પર રિલીઝ થશે. થોડા દિવસ પહેલા આ ડોક્યુ સીરિઝનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેની સાથે જણાવવામાં આવ્યું હતું કે, તેમની આ સીરિઝ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની ફોલોઅપની કહાની છે. આ ટીઝર જોઈને તમારા રુંવાડા ઊભા થઈ જશે.
- Advertisement -
‘ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’ નું ટ્રેલર લોન્ચ
‘ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’નું 2 મિનિટનું ટ્રેલર જોઈને તમારા રુંવાડા ઊભા થઈ જશે. આ ટ્રેલરની શરૂઆત એક વોઈસ ઓવર સાથે સાથે થાય છે, જેમાં બોલે છે કે, ‘તમે જોયું હશે કે, યશ ચોપરા કાશ્મીરમાં ફિલ્મ બનાવવામાં હતા. કાશ્મીરના સુંદર વાદળો જોતા હતા, પરંતુ કાશ્મીરની બીજી બાજુ પણ છે. જે અમે જોઈ રહ્યા હતા.’
ત્યાર પછી વિવેક અગ્નિહોત્રીએ ડોક્યુ સીરિઝના ટ્રેલરમાં જમ્મુ કાશ્મીરના રિસર્ચ ફૂટેજ અને તેમના ઈન્ટરવ્યૂ દર્શાવ્યા છે. જેમણે વર્ષ 2022માં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈ હતી.
- Advertisement -
‘ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’નું ટ્રેલર લોન્ચ કરવાની સાથે મેકર્સે જણાવ્યું હતું કે, ‘તેમની આ સીરિઝ ઐતિહાસિક, જાતીય, ભૂલો, ઘટનાઓ અને ક્રાઈમ સાથે જોડાયેલ ઘટના દર્શાવશે. કાશ્મીરી પંડિતોએ વર્ષ 1990ના દાયકામાં ઘાટીમાં જે સહન કરવું પડ્યું તે દર્શાવવામાં આવ્યું છે.’
Zee5 પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’ રિલીઝ થશે
મેકર્સે ટ્વિટર પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’નું ટ્રેલર શેર કરીને કેપ્શનમાં જણાવ્યું કે, ‘ક્યારેય સાંભળી ના હોય તેવી, ક્યારેય જોઈ ના હોય તેવી, રુંવાડા ઊભા કરી દે તેવી આ કહાની કહેવી ખૂબ જ જરૂરી છે. કાશ્મીરી પંડિતોની વાત સાંભળવી જોઈએ. ટૂંક સમયમાં Zee5 પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’ રિલીઝ થશે’.
મેકર્સે જણાવ્યા અનુસાર આ ડોક્યુ સીરિઝમાં ઈતિહાસકાર, નિષ્ણાંતો અને અસલ જીવનમાં પીડા સહન કરનાર લોકો અને તેમના પરિવાર સાથે વાત કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિવેક રંજન અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલ આ સીરિઝને સાત ભાગમાં દર્શાવવામાં આવશે. આ સીરિઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.