ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ભારે વરસાદનાં કારણે દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર સગા ભાઈ બહેનોએ જીવ ગુમાવ્યો હતો. તેઓનાં માતાપિતા હયાત ન હતા અને આ ઘટના બાદ દાદી પણ ઇજાગ્રસ્ત થયા હતા.
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ વધી છે. તાજેતરની ઘટનાઓમાં કાચા મકાન અને પેટ્રોલ પંપની દિવાલ ધરાશાયી થતાં દંપતી સહિત છ લોકોના મોત થયા હતા.
- Advertisement -
Uttar Pradesh | 4 minors died, 2 injured after a wall collapsed due to heavy rainfall in Etawah
4 children have died. Compensation will be given as per norms: Avnish Rai, Etawah DM pic.twitter.com/el26qwmQQc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 22, 2022
- Advertisement -
ચાર સગા ભાઈ-બહેનોનાં મોત
મૃતકોમાં ચાર સગા ભાઈ-બહેનોનો પણ સમાવેશ થાય છે. ઈટાવા જિલ્લા મેજિસ્ટ્રેટ અવનીશ રાયે 6 લોકોના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઈટાવાના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચંદ્રપુરા ગામમાં બપોરે 1 વાગ્યાની આસપાસ એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થવાને કારણે 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ગામલોકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં 4 નિર્દોષ ભાઈ-બહેનોના મોત થઈ ચૂક્યા હતા.
આ અકસ્માતમાં તેની દાદી અને અન્ય એક માસૂમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હેડક્વાર્ટર ડો.ભીમરાવ આંબેડકર સરકારી સંયુક્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતકોમાં શિંકુ 10 વર્ષનો, અભિ 8 વર્ષનો, સોનુ 7 વર્ષનો અને આરતી 5 વર્ષનો સમાવેશ થાય છે. આ દર્દનાક અકસ્માતમાં 75 વર્ષીય શારદા દેવી અને 4 વર્ષીય ઋષભ ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુનો ભોગ બનેલા ચાર ભાઈ-બહેનના માતા-પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. માતા-પિતાના અવસાન પછી આખું ઘર નિરાધાર બની ગયું. બધા બાળકો તેમની દાદી સાથે રહેતા હતા.