-બે દીકરીઓએ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો
હોલીવુડમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર અને તેની બે પુત્રીઓનું અવસાન થયું છે. મળતી માહિતી મુજબ તેમનું પ્લેન ટેકઓફ કર્યા બાદ તરત જ કેરેબિયન સમુદ્રમાં પડી ગયું હતું. ઓલિવર “ધ ગુડ જર્મન” અને 2008ની એક્શન-કોમેડી “સ્પીડ રેસર” જ્યોર્જ ક્લુની સાથે મોટા પડદા પર દેખાયો.
- Advertisement -
રોયલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ પોલીસ ફોર્સ દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ માછીમારો, ડાઇવર્સ અને કોસ્ટ ગાર્ડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા, જ્યાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. મૃતકોની ઓળખ 51 વર્ષીય ઓલિવર, તેની બે પુત્રીઓ મદિતા (10 વર્ષ), અનિક (12 વર્ષ) અને પાઈલટ રોબર્ટ સૈશ તરીકે થઈ છે.
ગુરૂવારે બપોરના થોડા સમય પછી પ્લેન ગ્રેનેડાઇન્સના એક નાનકડા ટાપુ બેક્વિઆથી સેન્ટ લુસિયા તરફ જતું હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે, અભિનેતા તેના પરિવાર સાથે રજા પર હતો. થોડા દિવસો પહેલા, ઓલિવરે ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી હતી અને કેપ્શનમાં લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ઓલિવરની કારકિર્દી વિશે વાત કરીએ તો, તે 60 થી વધુ ફિલ્મ અને ટીવી શોનો ભાગ રહ્યો હતો. જેમાં ટોમ ક્રૂઝની ફિલ્મ ‘વાલ્કીરી’નો નાનકડો રોલ પણ સામેલ હતો. તેની કારકિર્દીની શરૂઆતની ભૂમિકાઓમાં ટીવી શ્રેણી “સેવ્ડ બાય ધ બેલ: ધ ન્યૂ ક્લાસ અને ફિલ્મ “ધ બેબી-સિટર્સ ક્લબ” સમાવેશ થાય છે. તેણે બે સીઝન માટે લોકપ્રિય જર્મન ભાષાના શો “એલાર્મ ફર કોબ્રા 11” માં પણ અભિનય કર્યો હતો.