ધોળકિયા સ્કૂલની વિધાર્થિની ઈશુતિ બોખરિયા અને બે યુવાનનાં ઘટના સ્થળે જ મોત
રાજકોટની ડિસ્ટ્રીકટ જૂડો એસો.ની સ્કૂલકક્ષાની જૂડો ટૂર્નામેન્ટમાં ભાગ લઇ વાપીથી રાજકોટ
પરત ફરી રહ્યા હતા
પરત ફરી રહ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ હાઈ-વે પર બગોદરા નજીક આજે વહેલીસવારે રાજકોટ આવી રહેતી તૂફાન કાર ટ્રક પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના ધોળકિયા સ્કૂલની છાત્રા સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા. જયારે 10થી વધુ ઘાયલ થતા સારવારમાં અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. બનાવના પગલે વહેલી સવારે હાઈ-વે પર ચિચિયારી મચી ગઈ હતી. બગોદરા પોલીસ દોડી ગઈ હતી. રાજકોટથી પણ મૃતક અને ઈજાગ્રસ્તોના સ્વજનો અમદાવાદ દોડી ગયા હતા.
બનાવની પોલીસના સૂત્રોમાંથી પ્રા માહિતી મુજબ આજે વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તૂફાન જીપ આગળ જતાં ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જીપ રાજકોટ આવી રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ રાજકોટની ધોળકિયા સ્કૂલની ઈશુતિ બોખરિયા નામની ધોરણ બારની છાત્રા તથા અન્ય બે પુરુષ વિશાલ તથા હર્ષલ નામના બે વ્યકિતએ જ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢયા હતા જયારે ઘવાયેલા છાત્રા, છાત્રો, કોચ જીપચાલક સહિતના 10થી વધુ વ્યકિતને તાત્કાલિક અમદાવાદ અસારવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
રાજકોટની ડિસ્ટ્રીકટ જૂડો એસોની સ્કૂલકક્ષાની વાપી ખાતેની જૂડો ટૂર્નામેન્ટમાં રાજકોટની અલગ અલગ સ્કૂલના વિધાર્થી-વિધાર્થિનીઓ સાથે ભાગ લેવા રાજકોટથી તા.25ના રોજ તૂફાન જીપ લઈને ગયા હતા. વાપીમાં ટૂર્નામેન્ટ પૂર્ણ કરી રાજકોટ પરત ફરી રહ્યા હતા.
બગોદરા પાસે તૂફાન પહોંચતા આગળ જતાં ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી અને ગમખ્વાર ઘટના ઘટી હતી. જાણવા મળ્યા મુજબ રાજકોટની ધોળકિયા સ્કૂલની પાંચ છાત્રા સહિતના વિધાર્થી-વિધાર્થિનીઓ સાથે તૂફાનમાં સ્પર્ધામાં ભાગ લેવા નીકળ્યા હતા. તા.25ના રોજ રાત્રીના રાજકોટથી નીકળી સવારે વાપી પહોંચ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ અન્ય સ્કૂલોમાં જસાણી સ્કૂલના છાત્રો સહિતની શાળાઓના વિધાર્થીઓ જૂડો કોમ્પિટિશનમાં વાપી સાથે ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા પોલીસમેન વિપુલભાઈના કહેવા મુજબ અકસ્માત અતિ ગંભીર હતો કાર ટ્રકમાં ઘૂસી ગઈ હોવાથી મૃતદેહો તેમજ ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે પણ ભારે કવાયત કરવી પડી હતી.