ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના મિંયાણી ગામે આવેલ શિવ શક્તિ રેતીના વોશિંગ પ્લાન્ટમાં આવેલ હોજમાં ડૂબી જવાથી માતા અને પુત્રનું મોત નીપજયું હતું જેથી બંને મૃતકોના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ હળવદ પોલીસને થતાં પોલીસે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિંયાણી ગામે આવેલ શિવ શક્તિ રેતી વોશિંગ પ્લાન્ટમાં મજૂરી કામ કરતા વિક્રમભાઈ તડવીના પત્ની કુસુમબેન વિક્રમભાઈ તડવી (ઉં.વ. 21) તેના પુત્ર અર્પણ (આયુષ) વિક્રમભાઈ તડવી (ઉં.વ. 3) સાથે કપડાં ધોવા માટે પ્લાન્ટમાં બનાવેલ હોજ બાજુ ગયા હતા ત્યારે તેનો દીકરો અર્પણ પાણીમાં આગળ દોડીને જતો રહ્યો હોય જેથી દીકરાને બહાર કાઢવા માટે કુસુમબેન દોડી ગયા હતા ત્યારે કુસુમબેન અને તેનો દીકરો બંને પાણીમાં ડૂબી જતાં બંને માતા પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજયાં હતા જેથી માતા અને પુત્રના મૂતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આગળની વધુ તપાસ હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.