પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા હતા: આપઘાત કે અકસ્માત જાણવા તપાસ હાથ ધરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધતાં જતાં આપઘાતના બનાવો વચ્ચે વધુ એક શંકાસ્પદ બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે મવડી હેડ ક્વાટરમાં ગ્રામ્ય પોલીસના એલઆરડી જવાનનું દસમાં માળેથી પટકાતાં મોત થતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને બનાવ આપઘાતનો કે અકસ્માતનો તે જાણવા તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ માધાપર પાસે રહેતા અને ગ્રામ્ય પોલીસમાં રીડર બ્રાન્ચમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઈ કમલેશભાઇ બોરીસાગર ઉ.23 નામનો યુવાન સવારે મવડી હેડ ક્વાટર લાઇનમાં હતો ત્યારે દસમા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.
બનાવને પગલે 108નો સ્ટાફ દોડી ગયો હતો અને જોઇ તપાસી મૃત જાહેર કરતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પ્રાથમિક તપાસમાં પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા હોય અને લાઈફ વેલસેટ હોય આપઘાત કરવા જેવુ કોઈ કારણ ન હોય પોલીસે બનાવ આપઘાતનો કે અકસ્માતનો તે જાણવા તપાસ હાથ ધરી છે.