ભૂખ લાગી હોય પણ રૂમ બંધ હોવાથી ટુવાલ બાંધી જતો હતો ત્યારે નીચે પટકાયો હતો
રાજસ્થાનથી પેટિયું રળવા આવ્યો હતો પરંતુ ઉંમર નાની હોવાથી કામે ગયો ન હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અવધના ઢાળ પાસે સુકુન વિલામાં કેટરર્સના કામે રાજસ્થાનથી આવેલા 15 વર્ષીય સગીરનું ત્રીજા માળેથી પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું છે ભૂખ લાગી હોય પરંતુ રૂમ બંધ હોય ટુવાલ બાંધી બાલ્કનીમાં જવાનો પ્રયત્ન કરતા હાથ છૂટી જતા મોતને ભેટ્યો હોવાનું જાણવા મળતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનનો વતની નરેશ પારગી ઉ.15 ગઈકાલે સાંજે રાજકોટમાં અવધના ઢાળ પાસે આવેલ સુકુન વિલામાં ત્રીજા માળેથી પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અહીં તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં નરેશ પાંચ દિવસ પહેલા જ રાજસ્થાનથી અન્ય શ્રમિકો સાથે અહીં કેટરર્સ કામમાં મજૂરી કરવા આવ્યો હતો જો કે તેની ઉમ્મર નાની હોવાથી તેને કામે લઈ જવામાં આવ્યો નહોતો બધા મોટા કામ પર ગયા હતા જયારે નરેશ સહીત બે સગીર ઘરે જ હતા નરેશને ભૂખ લાગી હતી પરંતુ જમવાનું જે રૂમમાં રાખ્યું હતું તે રૂમ લોક હતો જેથી સગીરોએ બાલ્કનીમાં ટુવાલ બાંધ્યો હતો અને બાલ્કનીમાં મારફત એક રૂમમાંથી બીજા રૂમમાં ગયા હતા બપોરે બંને આ રીતે જઈ જમ્યા પછી ચારેક વાગ્યે ફરી ભૂખ લાગતા ફરી એવી રીતે ગયા હતા અને જમીને પરત બાલ્કનીમાંથી રૂમમાં આવતા હતા ત્યારે નરેશના હાથમાંથી રૂમાલ છૂટી જતા તે નીચે પટકાયો હતો બીજા સગીરે વીલાના ચોકીદારને જાણ કરી હતી અને પછી નરેશને સિવિલ હોસ્પિટલ લવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો મેટોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



