4 યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ
2 વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા
- Advertisement -
પરિવારમાં શોકનું મોજું
ખાસ ખબર સંવાદદાતા
લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ગોઝારા અકસ્માતમાં રાજકોટના 4 આશાસ્પદ યુવાનોના કરૂણ મોત થયા છે. રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઈકો કાર અને ખાનગી લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં તેમના ઘટના સ્થળે 4 યુવાનોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
આ કારમાં ઈકો કારમાં વરરાજાનો ભાઈ સાગર જગદીશ પવાર, અન્ય મિત્ર અનિલ બાલમુકુંદ ચૌહાણ, સંદીપ કિશોર જોટાણિયા, રાઘવ સત્યપ્રકાશ અને રાજ મુકેશ કારમાં નીકળ્યા હતા. કાર ઈમરાન કરીમભાઈ શમા ચલાવતો હતો. રાત્રિના 2 વાગ્યાના અરસામાં પાણશીણા પોલીસની હદમાં આવેલા લીંબડીના કટારિયા ગામ પાસે નવા ટોલટેક્સના બાંધકામ નજીક કાર અમદાવાદથી રાજકોટ તરફથી આવતી મધુરમ ટ્રાવેલ્સ નામની ખાનગી લકઝરી બસ સાથે અથડાઈ પડી હતી.
આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે પોલીસે આવીને અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આ યુવાનોના પરિવારને જાણ થતાં ત્યાં શોક ફેલાઈ ગયો હતો.



