જીવાપર ગામના કૂવામાં અજાણ્યા યુવાનનું, જ્યારે લજાઈ નજીક તળાવમાં 60 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ; લાલપર નજીક ડમ્પિંગ સાઈટમાં આગ
ખાસ-ખબર ન્યૂઝ ટંકારા
- Advertisement -
ટંકારા તાલુકામાં ડૂબી જવાની બે અલગ-અલગ કરૂણ ઘટનાઓ સામે આવી છે, જેમાં એક અજાણ્યા યુવાન અને એક વૃદ્ધનું મોત થયું છે. મોરબી ફાયર ટીમે બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવ ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં બન્યો હતો. ગામથી ચાર કિલોમીટર દૂર વાડીમાં આવેલા 60 ફૂટ ઊંડા કૂવામાં એક અજાણ્યો યુવાન પડી ગયો હતો, જેનો મૃતદેહ મોરબી ફાયર ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.
બીજો બનાવ ટંકારાના વીરપર અને લજાઈ ગામ વચ્ચેના તળાવમાં બન્યો હતો. અહીં કનુભાઈ સિમલા ભૂરિયા (ઉ.વ.60) નામના વૃદ્ધનું તળાવમાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ થયું હતું. ફાયર ટીમે તેમનો મૃતદેહ પણ બહાર કાઢ્યો હતો.
- Advertisement -
આ ઉપરાંત, મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ડમ્પિંગ સાઈટમાં કચરાના ઢગલામાં આગ લાગવાની પણ ઘટના બની હતી. મોરબી ફાયર ટીમને જાણ થતા સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.



