રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં ટ્રાફિક વધી રહ્યો છે. બન્ને સાઇડ તરફ રોડ સાંકડો હોવાથી આ જગ્યા પર ટ્રાફિક સિગ્નલ શરૂ કરતાં ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની છે.
- Advertisement -
આસપાસના રહીશો અને વેપારીઓનું કહેવું છે કે, ટ્રાફિક સિગ્નલ મુકાયા બાદ આ જગ્યા પર ટ્રાફિક સમસ્યા વધી છે. જ્યારે ટ્રાફિક તંત્રને ફક્ત ઉઘરાણામાં જ રસ હોય તેમ વાહનચાલકોને ઉભા રાખી દંડ ફટકારે છે પરંતુ ટ્રાફિકની સમસ્યા હળવી કેમ થાય તેમાં રસ નથી. રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં સાંજના સમયે ટ્રાફિક વધુ રહે છે પોલીસના અણધડ વહીવટના લીધે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.