માત્ર દંડ ફટકારવામાં પાવરધી ટ્રાફિક પોલીસ કયારે પગલાં
લેશે ? : રિક્ષા ચાલકો દ્વારા આખો રોડ બ્લૉક કરી દેવાયો
બસ સ્ટેશનના પાછળના ગેટ પર લાઈનમાં રિક્ષા લગાડી દેતા મુસાફરોને થતી હાલાકી
- Advertisement -
જ્યાં ટુ વ્હીલર પાર્કિંગ છે ત્યાં રિક્ષા આડી રાખી દેતા બાઈક કઈ રીતે કાઢવું….? મુસાફરો પરેશાન
રાજકોટમાં નવું એસટી બસપોર્ટ ઉભુ કરવામાં આવ્યા બાદ ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. આડેધડ પાર્કિંગ અને રિક્ષા ચાલકોની દાદાગીરીથી મુસાફરોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા ગેટ પાસે રિક્ષાચાલકોએ લાઈનમાં રિક્ષા પાર્ક કરી દેતા ટુ વ્હીલર ચાલકો હેરાન થઈ ગયા છે. જ્યાં ટુ વ્હીલર રાખવાનું પાર્કિંગ આવેલું છે ત્યાં રિક્ષાચાલકોએ રિક્ષા પાર્ક કરતા ટુ વ્હીલર કઈ રીતે કાઢવું તે સમસ્યા સર્જાઈ છે. જ્યારે ત્યાંથી બસ સ્ટેશનમાં જવા માટે રસ્તો પણ છે અને ત્યાં પણ રિક્ષા આડેધડ રીતે પાર્ક કરી દેતા મુસાફરો પણ પરેશાન થઈ ગયા છે. ત્યારે બસ સ્ટેશનની પાછળના રસ્તા સાંકડા હોવાથી દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ત્યાં વનવેનું બોર્ડ હોવા છતા બન્ને બાજુથી વાહનો અવરજવર કરી રહ્યા છે. આટલી સમસ્યા હોવા છતાં ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. માત્ર દંડ ફટકારવામાં પાવરધી ટ્રાફિક પોલીસ ક્યારે રાજકોટ શહેરની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરશે તે જોવું રહ્યું…