ખાસ-ખબર સંવાદદાતા
મોરબી રાજકોટ હાઈવે પર વિરપર નજીક ગઈકાલે પ્રથમ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત અને બાદમાં ટ્રક અને એક કાર અથડાયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ અકસ્માતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબી-રાજકોટ હાઈવે પર વિરપર નજીક ગઈકાલે એક ટ્રક ચાલકે અચાનક વળાંક લેવા જતાં તેની પાછળ આવતા આઈસર સાથે ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે આઈસરની સંપૂર્ણ કેબિનનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર આવતા બીજા વાહન ચાલકોને પણ અકસ્માત નડતા અન્ય એક ટ્રક અને કાર પણ અથડાયા હતા. આમ એકસાથે એકબીજા પાછળ ચાર વાહનો અથડાયા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પણ ચાર વાહનોના વિચિત્ર અકસ્માતને પગલે મોરબી-રાજકોટ હાઈવે પર કતારબંધ વાહનોની લાઈન લાગી હતી અને ભારે ટ્રાફિક સર્જાયો હતો.
મોરબી રાજકોટ હાઈવે પર એક પછી એક ચાર વાહનો એકબીજા પાછળ ટકરાતાં ટ્રાફિકજામ
