ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર મંગળવારે બજાર ભરાય છે. જેના કારણે અહીં ટ્રાફીક થઇ રહ્યા છે. તેમજ ગંદકી થાય છે. અહીં આવેલા ટ્રાયડન્ટ પ્લાઝાનો સ્વચ્છતા સર્વેક્ષણમા બીજી નંબર આવ્યા હતો. પરંતુ તંત્રનાં વાંકે અહીં ગંદકી થઇ રહી છે. ઝાંઝરડા રોડ પર આવેલા ટ્રાયડન્ટ પ્લાઝાનાં વેપારીઓએ મનપાનાં કમિશ્નરને રજુઆત કરી જણાવ્યું હતું કે,ચાલુ સર્વેક્ષણ-2022 અંતર્ગત સ્વચ્છતા અભિયાનની જે સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હમણાં છેલ્લા ઘણા સમયથી ટ્રાયડન્ટ પ્લાઝા બિલ્ડીંગની આગળની સાઇડ મુખ્ય રોડ ઉપર મંગળવારે વેલી સવારથી જ અસંખ્ય લારીવાળા અને પાથરણાવાળા બેસી જાય છે અને આખા રસ્તા ઉપર ટ્રાફિક જામ કરી નાખે છે. આ મુદ્દે ટ્રાયડન્ટ પ્લાઝાના વેપારીઓએ અનેક વખત આ લોકોને રજુઆત કરી છે. પરંતુ એ લોકો દાદાગીરી કરે છે. તેમ છતાં પણ અમારા આ પ્રશ્ર્નો કોઈ ઉકેલ આવ્યો નથી.તેમજ આજ દિવસ સુધી કોઈ પણ જાતનાં પગલાં લેવામાં આવ્યા નથી કે તેમને અહીંયાથી દુર કરવામાં આવ્યા નથી. ઝાંઝરડા મેન રોડ છે. જ્યાં સ્કૂલો અને અસંખ્ય હોસ્પિટલો આવેલી છે. જેથી લારીવાળાઓનાં કારણે તમામ સ્થાનિક વેપારીઓ અને બહારથી આવતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. અમારી વેપારીઓના લેખીત રજુઆત બાદ કાર્યવાહી કરવામાં નહી આવે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર મંગળવારે ભરાતી બજારથી ટ્રાફિક
