ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા 164 વાહનચાલકો દંડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ટ્રાફિકના નિયમોનું કડકાઇથી પાલન કરાવવા માટે છેલ્લા કેટલાય દિવસથી ઉઈઙ પૂજા યાદવ તથા છઝઘ કેતન ખપેડની આગેવાનીમાં દરરોજ શહેરમાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ટ્રાફિક વિભાગ અને છઝઘ દ્વારા છેલ્લા 8 દિવસથી સતત મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી રહી છે. વાહન ચાલકોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સાથે જ મોટી સંખ્યામાં વાહનો ડીટેઇન પણ કરવામાં આવી રહ્યા છે.મોટા શહેરોમાં દરેક ટ્રાફિક પોઇન્ટ પર સીસીટીવી કેમેરા ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને નંબર પ્લેટ પરથી ઓટોમેટીક ઓનલાઇન દંડ ફટકારવામાં આવે છે. વાહન ચાલકો આ ઓનલાઇન દંડથી બચવા માટે નંબર સાથે ચેડાં કરતા હોય છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટ વાળી દેતા હોય છે અથવા નંબર પ્લેટમાંથી કોઈ આંકડો કાઢી નાખતા હોય છે. જેથી ઇ મેમોથી બચી શકાય. આવા વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઈવમાં ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને સ્થળ પર જ ઓનલાઇન દંડ ફટકારવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસ માં 164 લોકો ને ભારે દંડ ફટકારાયો હતો અને દંડ નિ રકમ 400000 થી વધુ હતી.