ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જેસીઆઈ તથા જેસીઆઇ મહિલા ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલે ઉજવાતા જેસી વીક અંતર્ગત આજરોજ ટ્રાફિક અવરનેશનનો કાર્યક્રમ પીએસઆઇ એસ.એમ જાડેજા તથા ટ્રાફિક જવાનો તેમજ જેસીઆઈ પ્રેસિડેન્ટ પાર્થ પરમાર સેક્રેટરી, ચિરાગ કડેચા ડાયરેક્ટર, કિશોરભાઈ ચોટલીયા, વિરલ કડેચા જોન મહિલા ડિરેક્ટર, કેતન ચોલેરા, ચેતન સાવલિયા, જે કે કણસાગરા, બકુલભાઈ તેમજ મહિલા જેસી પ્રેસિડેન્ટ જાગૃતિ પરમાર સંગીતા સાવલિયા અને ભાવિશા ડેકીવાડીયા વગેરે દ્વારા રેલવે સ્ટેશન ચોક ખાતે જે વાહનો લઈને નીકળતા ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક ઓવેરનેસના પેમ્પલેટ આપી અને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા ખાસ આગ્રહ ભરી અપીલ કરવામાં આવેલ કારણ કે અત્યારે કોઈ પણ દર્દ કરતા કે સામાન્ય સંજોગોમાં જે મૃત્યુ આંક છે તેમાં સૌથી મોટો મૃત્યુ આંક વાહન અકસ્માતનો છે આ મૃત્યુદર ઘટાડવા માટે જેસીઆઇ દ્વારા આ સરાહનીય કાર્યક્રમ કરી લોકોની જિંદગી બચાવવા માટે આયોજન કરવામાં આવેલ એ બદલ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તથા ટ્રાફિક પીએસઆઇ બોદર દ્વારા જેસીઆઇ ટીમને અભિનંદન પાઠવવામાં આવેલ.
જૂનાગઢ JCI દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજાયો
